તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે 379 નવા કેસ,12નાં મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 4485 પર પહોંચી
  • આજે 399 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 379 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 16,970 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 190 પુરૂષ અને 90 સ્ત્રી મળી કુલ 280 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 5 ના મોત નિપજ્યા છે,

તાલુકાઓમાં જેસર ખાતે 3, મહુવા ખાતે 1, તળાજા ખાતે 1, ભાવનગર ગ્રામ્ય ખાતે 57, ઉમરાળા ખાતે 5, શિહોર ખાતે 2, પાલીતાણા ખાતે 1, વલ્લભીપુર ખાતે 1, ગારીયાધાર ખાતે 1 તેમજ ઘોઘા ખાતે 28 કેસ મળી કુલ 99 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ગ્રામ્ય વિસ્તારમાં 7 ના મોત થયા છે. જેમાં ઘોઘાના ઉખરલા ગામે 47 પુરુષ નું મોત થયું, ઘોઘાના ભીકડા ગામે 60 વર્ષીય સ્ત્રીનું મોત થયું, મહુવાના અર્બન ગામે 65 વર્ષીય સ્ત્રીનું મોત થયું, ગારીયાધારના અર્બન ગામે 60 વર્ષીય પુરુષનું મોત થયું, ગરીયાધારના ખોડવદરી ગામે 70 વર્ષીય પુરુષનું મોત થયું, ભાવનગરના કરદેજ ગામે 38 વર્ષીય પુરુષ નું મોત થયું, તથા તળાજાના અર્બન ગામે 40 વર્ષીય પુરુષ નું મોત થયું.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 297 અને તાલુકાઓમાં 102 કેસ મળી કુલ 399 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 16,970 કેસ પૈકી હાલ 4,485 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 226 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...