કોરોનાના કેસનો વિસ્ફોટ:ભાવનગરમાં કોરોનાના કેસ બે જ દિવસમાં બમણા થવા લાગ્યા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીના મધ્ય બાદ સ્થિતિ વણસશે
  • શહેર જિલ્લામાં અગાઉ પોઝિટિવ કેસ મળવાનો ડબલીંગ રેટ ચાર દિવસનો હતો તે હવે ઘટીને બે દિવસ થઇ ગયો

અગાઉ ચાર દિવસમાં કોરોનાના કેસમાં ડબલીગ રેટ હતો તે હવે ઘટીને માત્ર બે દિવસ થઇ ગયો છે. જે ગંભીર બાબત છે. અગાઉ 10 કેસ હતા તે વધીને ચાર દિવસે 20 થયા હતા પણ છેલ્લાં બે દિવસમાં રોજના 20 કેસ બમણા થઇને 40 થઇ ગયા હતા. એટલે કે બમણા કેસ થવાનો રેટ બે જ દિવસ રહ્યો છે. આ જ ગતિ રહી તો જાન્યુઆરીના મધ્ય ભાગ બાદ ભાવનગરમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે. કોરોનાની આ ત્રીજી લહેરમાં પુરૂષોની તુલનામાં મહિલાઓ કોરોનાની ઝપટમાં વધુ આવ્યાં છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 8 દિવસમાં કુલ 115 કેસ નોંધાયા છે તે પૈકી 57 પુરૂષ અને 58 મહિલા નોંધાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત પ્રથમ અને બીજી લહેરમાં કોરોનામાં મહિલાઓની તુલનામાં પુરૂષોના વધુ કેસ નોંધાતા હતા. પણ આ વખતે જાણે વાયરસનો ટ્રેન્ડ બદલાયો હોય તેમ પુરૂષની તુલનામાં મહિલાઓના કેસ વધુ મળી રહ્યાં છે. તેમાં પણ 3 દિવસ, તા.3, તા.4 અને તા.5ના રોજ કુલ 80 કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ નવા વર્ષમાં રોકેટ ગતિએ આગળ વધ્યા છે. જેમાં આજે ગઈકાલની જેમ 40 પોઝિટિવ કેસ મળ્યા જેથી બે જ દિવસમાં 80 પોઝિટિવ કેસ મળ્યા જે અગાઉના ત્રણ માસમાં જેટલા પોઝિટિવ કેસ મળ્યા તેનાથી પણ વધારે છે. જો આ જ ગતિએ ભાવનગરમાં કોરોનાના કેસ વધતા રહેશે તો જાન્યુઆરીના મધ્યમાં સ્થિતી અત્યંત ગંભીર થઈ જશે તેમ કહી શકાય.

બમણા કેસ થવાનો રેઇટ
તારીખપુરૂષમહિલાકુલ
5 જાન્યુ.251540
4 જાન્યુ.81422
3 જાન્યુ.51318
2 જાન્યુ.5510
1 જાન્યુ.314
31 ડિસે.336
30 ડિસે.4610
29 ડિસે.415
કુલ કેસ5758115
અન્ય સમાચારો પણ છે...