વરસાદનો વરતારો:ભાવનગર શહેરમાં વૈશાખ માસના ઉત્તરાર્ધે વાતાવરણમાં ફેરફાર, ચોમાસાની ગતિવિધિ તેજ બની

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિમોન્સૂન ગતિવિધિ તેજ બની વાદળો છવાતા બફારા સાથે સૂરજની સંતાકૂકડી શરૂ

આકરાં ઉનાળાના પ્રખર માસ વૈશાખના પંદર દિવસ પૂર્ણ થતાં ભાવનગર શહેરમાં ચોમાસાની ગતિવિધિ તેજ બની છે. છેલ્લા ત્રણેક દિવસથી સવારે વાદળો છવાઈ રહ્યાં છે. અસહ્ય બફારા સાથે ધૂપ-છાવનો માહોલ સર્જાઈ રહ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વૈશાખ માસના ઉત્તરાર્ધે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ચોમાસાનું આગમન 15 જૂન બાદ થતું હોય છે. અને 5 જૂન બાદ શહેરમાં ચોમાસાના ચિન્હો નોંધપાત્ર રીતે વર્તાય આવતા હોય છે. પરંતુ આજથી દસ દિવસ પૂર્વે આવેલ તાઉ-તે વાવાઝોડા બાદ શહેર-જીલ્લાનું વાતાવરણ અસ્થિર બન્યું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરનાં નભ મંડળમાં વરસાદી વાદળોનો જમાવડો જોવા મળે છે. મહત્તમ તાપમાન 38 થી 40 ડીગ્રી સાથે ભેજનું પ્રમાણ 60 ટકા આસપાસ નોંધાઈ રહ્યું છે.

આ તમામ વાતાવરણનો વર્તારો ચોમાસું નજીક એટલે કે વરસાદની આગમ વાણી ભાખી રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગે પણ તાજેતરમાં બંગાળના અખાતમાં સર્જાયેલ ચક્રવાત "યાસ" ની અસર હેઠળ ભાવનગર શહેર જિલ્લામાં બે દિવસ દરમ્યાન વરસાદી માહોલ સર્જાવાની શકયતા દર્શાવી શહેરીજનો આકરાં તાપ-બફારાથી રાહત મેળવવા એસી, પંખા, કૂલરના શરણે દશ્યમાન થઈ રહ્યાં છે એ ઉપરાંત શરીરને ઠંકક પ્રદાન કરતાં ખાધ પદાર્થો પર જુકાવ વધુ જોવા મળી રહ્યો છે.

તો દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા અને નિત્ય સમુદ્રની ગતિવિધિનો અભ્યાસ કરતાં સાગર ખેડૂઓના જણાવ્યા અનુસાર હાલમાં ભાવનગર ના દરિયામાં જૂન માસનાં મધ્યમાં જે જુવાળ-કરંટ જોવા મળે છે એ હાલમાં અનુભવાઈ રહ્યો છે. અને માછીમારોના મત મુજબ વર્ષ 2021નું ચોમાસું દરિયામાં પ્રવેશી રહ્યું છે. અને આવતાં પંદર દિવસોમાં દરિયાકાંઠે પણ આગમન થઈ જાય એવાં સંજોગોનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...