કોરોના પોઝિટિવ:ભાવનગર શહેર-ગ્રામ્યમાં 24 કલાકમાં 110 દર્દી કોરોનામુકત થયા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 168 દર્દીઓ કોરોનાની સારવારમાં છે
  • શહેરમાં નવા 25 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ નહીં

શહેર અને ગ્રામ્ય કક્ષાએ આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 110 દર્દીઓ રોગમુક્ત થયા હતા. જ્યારે શહેર કક્ષાએ નવા 25 દર્દીઓ નોંધાયા હતા તો ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો દર્દી મળ્યો ન હતો. હાલ ભાવનગર શહેરમાં 146 અને ગ્રામ્ય કક્ષાએ 22 મળીને કુલ 168 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. શહેરમાં આજે 25 નવા કેસ નોંધાયા હતા.

જેમાં ટોપ થ્રી સર્કલ ઓમ પાર્કમાં 22 વર્ષીય પુરુષ, શ્રીનાથજી નગરમાં 60 વર્ષીય વૃદ્ધા, ભરતનગરમાં 61 વર્ષીય વૃદ્ધા અને 60 વર્ષની વૃદ્ધા, વૃંદાવન સોસાયટી, ભરતનગરમાં 45 વર્ષીય પુરુષ, રૂપાણીમાં 79 વર્ષીય વૃદ્ધ, હીલ ડ્રાઈવ સર્કિટ હાઉસ પાસે 69 વર્ષીય વૃદ્ધ, મેઘાણી સર્કલ વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ, સુભાષનગરમાં 68 વર્ષીય વૃદ્ધ, ઘોઘા સર્કલ જમણી બાજુના વિસ્તારમાં 57 વર્ષીય મહિલા, કાળીયાબીડમાં 67 વર્ષીય વૃદ્ધા, આનંદ નગરમાં 50 વર્ષીય મહિલા, ઇસ્કોન ગેટ નંબર 3 વિક્ટોરિયા પાર્ક સામે 62 વર્ષીય વૃદ્ધા, કાળિયાબિડમાં 40 વર્ષે મહિલા, ટોપ થ્રી સર્કલ ભક્તિનગરમાં 24 વર્ષીય યુવાન સંસ્કાર મંડળ હિલ ડ્રાઈવમાં 25 વર્ષીય યુવતી અને 27 વર્ષીય યુવાન, સંસ્કાર મંડળ હિલ ડ્રાઈવમાં 25 વર્ષીય યુવતી મેઘાણી સર્કલમાં 63 વર્ષીય વૃદ્ધ શિવાજી સર્કલ પાસે 31 વર્ષીય પુરુષ અને સમરસ હોસ્ટેલ યુનિવર્સિટી કેમ્પસ નજીક 23 વર્ષે યુવાનનો સમાવેશ થાય છે.

ભાવનગર શહેરમાં હાલ 146 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ પોઝિટિવ કેસ મળ્યો ન હતો જ્યારે 54 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા આથી તાલુકા ગ્રામ્ય કક્ષાએ હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 22 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...