ભાવ વધારો:ભાવનગર શહેરમાં ગત દિવાળીથી 1 વર્ષમાં પેટ્રોલમાં એક લિટરે રૂ.29.59નો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં ગત દિવાળીએ પેટ્રોલમાં 1 લિટરનો ભાવ રૂ.79.73 હતો તે હવે રૂપિયા 108.52 થઇ ગયો

ભાવનગર શહેરમાં ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ છે. આ મહાનગરમાં હાલ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ.108.52 થઇ ગયો છે. ગત દિવાળીએ ભાવનગર શહેરમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ.79.83 હતો તે આ દિવાળી સુધીમાં 12 માસમાં રૂ.28.59 વધી ગયો છે. આ દિવાળી હજી ગુરૂવારે ઉજવાશે ત્યાં સુધીમાં ભાવનગર શહેરમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ.109ને વટી ગયો હશે.

ભાવનગર શહેરમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર કે જૂનાગઢ, આ તમામ મહાનગરથી પેટ્રોલનો એક લિટરનો ભાવ વધુ લેવાય છે. કારણ કે ભાવનગરમાં પેટ્રોલનો ડેપો નથી. આથી મહાનગરમાં પેટ્રોલનો ભાવ અન્ય મહાનગરથી મહત્તમ છે. ભાવનગર શહેરમાં ગત દિવાળીએ એક લિટરનો ભાવ રૂ.79.83 હતો તે આજે રૂ.29.58 વધીને રૂ.108.52 થઇ ગયો છે. આજથી 6 માસ પૂર્વે એક લિટરનો ભાવ રૂ.93.06 હતો તેમાં 6 માસમાં રૂ.15.46નો વધારો થયો છે. ભાવનગર શહેરમાં હવે આ દિવાળીએ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ.109ને વટી જશે. બીજી બાજુ સીએનજીના એક કિલોનો ભાવ રૂ.65.70 જેવો થઇ ગયો છે. આમ, વાહન ઇંઘણના ભાવવધારો મધ્યમ વર્ગને ગત વર્ષમાં મુંજવતો રહ્યો હતો. ભાવનગર શહેરમાં પેટ્રોલનો આ ભાવવધારો ક્યાં જઇને અટકશે તે હવે યક્ષ પ્રશ્ન બની ગયો છે.

8 મહાનગરમાં પેટ્રોલના એક લિટરના ભાવ

મહાનગરપેટ્રોલનો ભાવ
ભાવનગરરૂ.108.52
અમદાવાદરૂ.106.75
સુરતરૂ.106.70
વડોદરારૂ.106.42
રાજકોટરૂ.106.79
જામનગરરૂ.106.68
ગાંધીનગરરૂ.106.94
જૂનાગઢરૂ.107.68
અન્ય સમાચારો પણ છે...