તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટ ભલે મળી સાવચેતી જરુરી:ભાવનગર શહેર-જિલ્લામાં મહામારીના બે માસનાં અંતરાલ બાદ જાહેર સ્થળોએ લોકો ઉમટી પડયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ, ગૌવતમેશ્વર, કોળીયાક, કુડા અને ઘોઘાના દરિયાકાંઠે લોકો ઉમટ્યા

કોરોના મહામારી ની બીજી ઘાતક લહેરે શહેર-જિલ્લા માં સંપૂર્ણ પણે સંચારબંધી લાધી હતી લોકો ઈચ્છે તો પણ બહાર ન નીકળી શકે એવું બિહામણું વાતાવરણ સજૉયુ હતું. પરંતુ હવે મહદઅંશે મહામારી કાબુમાં આવતા અને સરકારે પણ લોકડાઉનમાં વ્યાપક છુટછાટ જાહેર કરતાં રવિવારે શહેર-જિલ્લામાં આવેલ જાહેર સ્થળોએ ચિક્કાર માનવ મેદની મુક્ત પણે વિહાર કરવા ઉમટી પડી હતી.

ભાવનગર શહેર-જિલ્લામાં આજથી અઢી માસ પૂર્વે આવેલી કોરોના મહામારીની બીજી લહેર સૌથી ઘાતક સાબિત થઈ સેંકડો લોકો સંક્રમણ નો ભોગ બન્યાં એ સાથે અનેક નિર્દોષ માનવ જીદંગી મહામારી ના કાળ-ખપ્પરમાં હોમાઈ ગઈ પરંતુ બે થી અઢી માસ સુધી વ્યાપક પ્રમાણમાં કાળો કેર વતૉવ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી રહી છે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારે લાગું કરેલાં આકરાં પગલાં લોકડાઉન માં પણ ધીમે ધીમે છુટછાટ આપવામાં આવી રહી છે શહેર-જિલ્લા નું યુવાધન વેક્સિનેશન થકી મહામારી સામે કવચ મેળવવા અદમ્ય ઉત્સાહ દર્શાવી રહી છે ત્યારે ઘરની ચાર દિવાલો તથા તણાવ પૂર્ણ માહોલથી છુટકારો મેળવવા ભાવનગરી ઓ રવિવાર ની રજામાં સહ પરિવાર પ્રાકૃતિક પર્યાવાસના સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ સવારથી જ ઉમટી પડ્યાં હતાં.

મહામારીનો ખૌફ ભુલવા અને નૈસર્ગિક સાનિધ્ય ને માણવા લોકો એ આજથી પહેલ આદરી છે લાંબા સમયથી સુમસામ રહેલ સ્થળો લોકો ની અવરજવર તથા શોરબકોર થી પુનઃ પલ્લવિત થયા હતા પરીઓની પર્યટકોનો ઘસારો જોવા મળતાં ધાર્મિક અને કુદરતી સ્થળોએ પેટીયું રળવા બેસેલા લોકો ના ચહેરાઓ પર ખુશીની ઝલક જોવા મળી હતી તો બીજી તરફ કોરોના મહામારી ની બે ઘાતક લહેરોનો સામનો-અનુભવ આધારે ઘડાયેલ ભાવનગરી ઓ આ વખતે મહદઅંશે સ્વયં શિસ્તમા જોવા મળ્યાં હતાં.

ભાવનગર શહેરના મોંઘેરા ઘરેણા સમાન ગૌરીશંકર સરોવર(બોરતળાવ) ખાતે બાળકો-મહિલાઓ ની વિશાળ મેદની જોવા મળી હતી તો કુડા, કોળીયાક ઘોઘા તથા હાથબ બંગલા ખાતે આવેલ દરિયા કિનારે સહ પરિવારો નો વિશાળ મેળાવડો જોવા મળ્યો હતો એ ઉપરાંત સિહોર માં ગૌતમેશ્વર સિહોરી માં ના ડુંગરે રાજપરા ખોડિયાર મંદિર ગોપનાથ વગેરે ધાર્મિક સ્થળો એ ભક્તો નો વિશેષ ઘસારો જોવા મળ્યો હતો અને રવિવાર ની રજાની મજા માણી મુક્ત નૈસર્ગિક સાનિધ્યમાં સમય પસાર કરી ભારેખમ વાતાવરણ થી હળવા બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...