તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ભાવનગર શહેર-જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • ઘોઘામાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ વરસ્યો

ભાવનગર શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઘોઘા તાલુકાના કોળિયાક, હાથબ, બાડી-પડવા, છાયા, મોરચંદ સહીતના ગામોમાં સવારથી જ અનારધાર વરસાદ શરૂ થયો હતો, તો બીજી તરફ જિલ્લાના ગારીયાધાર, વલ્લભીપુર, ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, જેસર તથા મહુવા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદના મંડાણ થયા હતા. એ જ રીતે શહેરમાં પણ મધ્યાંતર સમયે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

ભાવનગર શહેરમાં સવારથી અસહ્ય બફારો રહ્યા બાદ અચાનક બપોરે મેઘસવારી ભાવનગર શહેર અને જિલ્લામાં આવી પહોંચી હતી, ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકમાં ઝાપટાં રૂપી વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી, ભાવનગર જિલ્લામાં બપોરના બે વાગ્યા સુધી ઘોઘા-26 મિમી, ગારીયાધાર-21 મિમી, વલ્લભીપુર-13 મિમી, ભાવનગર ગ્રામ્ય-11 મિમી, પાલીતાણા-9 મિમી, જેસર-7 મિમી, મહુવા-5 મિમી વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...