ધરણાં પ્રદર્શન:ભાવનગર શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા બંગાળમાં લોકશાહીની હત્યાના વિરોધમાં ઠેરઠેર ઘરણાં યોજાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી વિભાવરીબેન દવે અને ધારાસભ્ય જીતુ વાઘાણીની આગેવાની ધરણા યોજ્યા

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યાં કર્યાના આક્ષેપ સાથે ભાવનગર જિલ્લામાં અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરના ઘોઘા ગેટ ખાતે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેની આગેવાનીમાં અને નીલમબાગ ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની આગેવાનીમાં પોસ્ટ સાથે વિરોધ પ્રદર્શન કરી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને બહુમતી મળી હતી. જે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ પર અને કાર્યાલય પર ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હુમલા કરાયાના અનેક બનાવો સામે આવ્યા હતા.

જેમાં કેટલાક કાર્યકર્તાની હત્યાં પણ કરાય હતી. લોકશાહીમાં ચૂંટણીઓ થતી જ રહે છે અને તેમાં પણ હારજીત પણ થયા કરે ત્યારે પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી બાદ હિંસાના બનાવો બાબત ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ તમામ હુમલાઓને વખોડી કાઢવામાં આવ્યા હતા. તેમજ તૃણમુલ કોંગ્રેસ દ્વારા કરાયેલા હિંસાત્મક હુમલાઓનો સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરાયો હતો.

શહેરના ઘોઘા ગેટ રૂપમ ચોક વિસ્તારમાં રાજ્ય મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેની આગેવાનીમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિતમાં પોસ્ટર સાથે ધરણા યોજી સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જેમાં રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારત લોકશાહી ધરાવતો દેશ છે અને ચૂંટણી બાદ આવી હિંસા થવી એ લોકશાહીની હત્યાં કર્યા સમાન છે. સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક મહિલા છે અને તેના જ રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કાર જેવા કૃત્યો થયા છે જે અંગે દોશીતો સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ.

શહેરના નીલમબાગ સર્કલ ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીની આગેવાનીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જીતુ વાઘાણી, મેયર કીર્તિબેન, ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના મહામંત્રી, મંત્રી અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પોસ્ટર સાથે વિરોધ કરી ધરણા પ્રદર્શન કરાયું હતું. ધારાસભ્ય જીતુ વાઘાણીએ પશ્ચિમ બંગાળ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકશાહીના મહાપર્વ ચૂંટણી બાદ આવી હિંસા થવી તે નિંદનીય બાબત છે. જે અંગે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા જઈએ.

૫શ્ચિમ બંગાળમાં ચુંટણી ૫રીણામો બાદ ભાજ૫ના કાર્યકર્તાઓ ૫ર થયેલા હુમલાના વિરોધમાં ઘોઘા મંડલ કક્ષાએ ધરણાનો કાર્યક્રમ યોજાયા હતા, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગુંડાગર્દી અને લોકતંત્ર પર હુમલા સામેના વિરોધના આ કાર્યક્રમમાં હર્ષદભાઈ દવે, દિગ્વિજયસિંહ ઉખરલા, અરવિંદભાઈ ડાભી, છોટુભા, મહાવીરસિંહ, મુકેશભાઈ, સુરુભા ઉપસ્થિત રહ્યાં. આ ધરણાના કાર્યક્રમમાં વધુમાં વધુ 20 અગ્રણી સિનિયર કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવાની સૂચનાનું ચુસ્ત પાલન કરેલ છે.

ઘોઘા ગેટ અને નીલમબાગ ખાતે ભાવનગર શહેર ભાજપ દ્વારા બન્ને ધારાસભ્યની આગેવાનીમાં હાલની વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સંપૂર્ણ પણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું ને જેમાં પણ સીમિત સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...