તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા 2 કેસ શહેરમાં નોંધાયા હતા અને તેની સામે શહેર અને જિલ્લામાં કુલ 4 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 6111 થઇ ગયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 6023 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતાં સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ 98.56 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં હાલ 8 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 મળી કુલ 19 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.
ભાવનગર શહેરમાં આજે કોરોનાના બે પુરુષ દર્દી મળી આવ્યાં હતા. જેથી ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4026 દર્દી થઇ ગયા છે. તેની સામે આજ સુધીમાં 3975 દર્દીઓ કોરોનામુક્ત થતા ભાવનગર શહેરમાં રિકવરી રેઇટ વધીને 98.73 ટકા થઇ ગયો છે. શહેરમાં હાલ 8 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.ભાવનગરતાલુકા-ગ્રામ્યમાં આજે સતત બીજા દિવસે કોરોનાના એક પણ નવા દર્દી નોંધાયા નથી.
જેથી ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2085 દર્દી થઇ ગયા છે. તેની સામે આજ સુધીમાં 2048 દર્દીઓ કોરોનામુક્ત થતા ભાવનગર તાલુકા-ગ્રામ્યમાંમાં રિકવરી રેઇટ વધીને 98.23 ટકા થઇ ગયો છે. તાલુકા-ગ્રામ્યમાંમાં હાલ 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.ભાવનગર શહેર અને જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર ઘટી જવા પામી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.