નવો રોગ વકર્યો:ભાવનગરમાં કોરોના કેસ તો ઘટ્યાં પણ મ્યુકરમાઈકોસિસનાં વધ્યાં, આજે નવા ચાર કેસ નોંધયાં, એકનું મોત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં મ્યુકરમાઈકોસિસનાં કુલ 120 દર્દી સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસનાં ચાર શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસનો આંક 120 પર પહોંચ્યો છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસ તો ઘટી રહ્યાં છે, પરંતું દિન-પ્રતિદિન મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો થતાં જિલ્લાવાસીઓ અનેં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભાવનગર જિલ્લામાં આજે મ્યુકરમાઈકોસિસ બે સસ્પેકટીવ અને એક કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 120 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જયારે વધુ એકનું મોત થયું છે. જિલ્લામાં કુલ 120 કેસ પૈકી 112 કન્ફર્મ કેસ, 06 સસ્પેક્ટેડ કેસ અને 02 નેગેટિવ કેસ નોંધાયેલા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 15 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લાવાસીઓને કોરોનાથી તો રાહત મળી, પરંતુ આ નવી આફત આવતાં લોકો તણાવ અનુભવી રહ્યાં છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના કુલ 288 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...