ભાવનગરના તળાજા રોડ પર આવેલા વિશ્વકર્મા હોલ ખાતે લુહાર જ્ઞાતિ સમસ્ત સમહુલગ્ન યોજાયા હતા. જેમાં 18 જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
શહેરના સ્ટેશન રોડ પર આવેલા વિશ્વકર્મા હોલ ખાતે ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા રોડ પર ટોપ થ્રી સર્કલ પાસે આવેલા વિશ્વકર્મા હોલ ખાતે 18 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા આયોજીત સમૂહલગ્નમાં કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. જેમાં બંને પક્ષો ના 11-11 વ્યક્તિઓને જ બોલાવવામાં આવ્યા હતા અને તમામે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમોનું પાલન કર્યુ હતું.ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત આયોજિત સમહુલગ્નના આયોજન માટે કમિટીના ચેરમેન પ્રદીપ હરસોરા, જગદીશ રાઠોડ, હિતેશ મકવાણા, આમંત્રિત મહેમાનો, આગેવાનો તથા સમસ્ત લુહાર જ્ઞાતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.