તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ભાવનગરમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો કહેર પણ ઘટ્યો, આજે ચાર શંકાસ્પદ કેસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હાલ મ્યુકોરમાઈકોસિસના 45 એક્ટિવ કેસ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં ચાર શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ 45 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થતો જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, મ્યુકોરમાઇકોસિસ કુલ કેસો પચાસની અંદર આવતા રાહત થઈ છે.

અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 311 કેસ નોંધાયા

ભાવનગર જિલ્લામાં આજ રોજ મ્યુકોરમાઇકોસિસના 4 સસ્પેકટીવ અને 0 કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 45 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કુલ 45 કેસ નોંધાયેલા પૈકી 40 કન્ફર્મ કેસ, 4 સસ્પેક્ટેડ કેસ અને 1 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 24 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 311 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...