• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar, A Woman Was Called To Have Sex With A Young Man And The Woman Met With Two Persons And Revealed That She Had Committed Murder.

ભેદ ઉકેલાયો:ભાવનગરમાં યુવાનને શારીરિક સંબંધ બાંધવા માટે બોલાવી મહિલાએ જ બે શખ્સો સાથે મળી હત્યા નિપજાવ્યાનો ખુલાસો

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલા સહિત ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા

ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસતળાવમા બે દિવસ પહેલા એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી આ બનાવ ને લઈને પોલીસે ગણતરીના દિવસો માં હત્યારાઓને ઝડપી લઈ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક યુવાનની હત્યા મામલે પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. મહિલાએ મૃતકને શારીરિક સંબંધ બાંધવાના બહાને બોલાવી હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે.

સમગ્ર બનાવ અંગે ભાવનગર શહેરના સી ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસતળાવ વિસ્તારમાં આવેલ ટેકરીચોક નજીક જુના ફાયરબ્રિગેડ કચેરીનાં કંમ્પાઉન્ડ માથી આજ વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે "કચોરી" ખન્ના ઉર્ફે કાનજી બારૈયા ઉ.વ.26 ની લાશ મળી હતી જેમાં શરીર પર 15 થી 20 જેટલાં તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ પણે ફલિત થયું હતું.

આ અંગે મૃતકના પિતા ખન્ના ઉર્ફે કાનજીભાઈ એ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી સી ડીવીઝન પોલીસ તથા એલસીબી ની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી મૃતકનો ભૂતકાળ સ્થળપર થી મળેલાં સબૂત આધારે આજ વિસ્તારમાં રહેતી અને આશરે બે માસ પૂર્વે હત્યા કરાયેલ આજ વિસ્તારનાં ગોપાલ ઉર્ફે ડોંગલ જીતુ રાઠોડની પત્ની રોશની ની પ્રથમ અટક કરી તેનાં ઘરની તલાશી લેતાં તેણીના રૂમ માથી લોહીના ડાઘા મળી આવતા પોલીસ ની શંકા દ્રઢ બની હતી. જેમાં મહિલાની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા મહિલા ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે તેના પતિ ગોપાલ તથા મૃતક સંજય ઉર્ફે કચોરી વચ્ચે આ વિસ્તારમાં ડોન બનવા અવારનવાર ઝઘડાઓ થતાં હતાં.

તેણીની છેડતી કરી બિભત્સ માંગણીઓ કરી પરેશાન કરતો હોય આથી કચોરીનુ કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો જેમાં મહિલા રોશનીના મકાનમાં ભાડે રહેતો ગણેશ ઉર્ફે રવિ ઉર્ફે ટીટી કરશન મકવાણા ઉ.વ.30 ને પૈસા તથા અન્ય પ્રલોભનો આપી હત્યામાં સાથ આપવા તૈયાર કર્યો હતો એ સાથે તેનો એક સબંધી રાકેશ ભીખા રાઠોડ ઉ.વ.22 રે.મફતનગર બોરતળાવ વાળાને પણ સાથે રાખી રોશની એ મૃતક કચોરી ને શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી મોડી રાત્રે ઘરે બોલાવી પ્રથમ રૂમમાં ગણેશ તથા રાકેશને બાથરૂમમાં મોકલી કચોરી ને સેટી પર સુવડાવી શારીરિક સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ મહિલાએ કચોરીના મોઢે મૂંગો દઈ ગણેશ,રાકેશને બોલાવી લેતાં બંને યુવાનો એ તિક્ષ્ણ હથિયારો ના કચેરી પર ઉપરાછાપરી ઘા ઝીકી મોત નિપજાવી લાશને ગોદડામા લપેટી ત્રણેય વ્યક્તિ ઓ ફાયરબ્રિગેડના કંમ્પાઉન્ડમાં ફેંકી જાણે કંઈ બન્યુ જ નથી એ રીતે રહેવા લાગ્યા હતા.

પરંતુ પોલીસે મર્ડર મિસ્ટ્રી સરળતાથી સોલ્વ કરી સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો હાલ પોલીસે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ રીતે આપ્યો અંજામ...
સંજય જામીન પર છુટ્યો હતો અને તે સમયનો લાભ લઈ રોશનીએ તેને પ્રેમજાળમાં ફસાવી 15મીની રાત્રીના શરીર સંબંધ બાંધવાની લાલચ આપી ઘરે બોલાવ્યો હતો અને ઘરના રૂમમાં તેને લઈ જઈ જેના અટેચ બાથરૂમમાં પહેલેથી જ રવિ ઉર્ફે ટીટી કરશનભાઇ મકવાણા તથા રાકેશ ભીખાભાઇ રાઠોડ છુપાઈને બેસ્યા હતા અને પ્લાન મુજબ રોશનીએ સંજય ઉર્ફે કચોરીને શેટીમા સુવડાવી વાતોમા લઇ મોઢે ડુચો દીધેલ અને પાછળથી બાથરૂમમાં છુપાયેલા બંન્ને શખ્સોએ છરીના અસંખ્ય ઘા મારી સંજયને મોતને ઘાટ ઉતારી તેની લાશને સગેવગે કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...