તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ભાવનગરમાં મોઢે રૂમાલ બાંધી ચોર બિસ્કીટના કારખાનામાં ત્રાટક્યો, 75 હજારની ચોરી CCTVમાં કેદ

ભાવનગરએક મહિનો પહેલા
 • ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારની ઘટના
 • પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં પાસે આવેલા બિસ્કીટના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને 75 હજારની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બિસ્કીટના કારખાનામાં મોઢે રૂમાલ બાંધી ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરી અંગેની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા કવાયદ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શાસ્ત્રીનગર એલઆઈજી 28માં રહેતા મુકેશભાઈ ચંદુમલ ખાનવાણીએ બોરતળાવ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામનું બિસ્કીટનું કારખાનું ધરાવે છે. તેઓ જ્યારે કારખાનામાં પહોંચ્યા ત્યારે ઓફિસની બાજુના રૂમમાં દરવાજાનું હેન્ડલ તૂટેલું હતું. જેથી ઓફિસના ટેબલના ખાના ચેક કરતા તેમાંથી 75 હજારની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચકાસ્યા હતા જેમાં મોઢે રૂમાલ બાંધીને તતા જેકેટ અને ટોપી પહેરેલો એક ઇસમ ચોરી કરતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો