રક્ષાબંધનના દિવસે જ બહેનનું મોત:ભાવનગરમાં ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલા બહેનને અકસ્માત નડ્યો, સારવાર મળે તે પહેલા જ મોત

ભાવનગર2 મહિનો પહેલા
ઈકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, ઈન્સેટ તસવીરમાં મૃતક દેવુબેન રાઠોડ
  • સિહોર-સોનગઢ હાઈવે પર ભૂતિયા ગામ પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત

ભાવનગર જિલ્લામાં આજે રક્ષાબંધનના પર્વના દિવસે જ ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલા બહેનને અકસ્માત નડતા મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. રક્ષાબંધનના ખુશીના તહેવારના દિવસે જ બહેનનું મોત થતા પરિવારજનોમાં માતમ છવાયો હતો.

ઈકો-કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
ઈકો-કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો

પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજ્યું
આજે રક્ષાબંધનનો તહેવાર હોય પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા દલપતભાઈ રાઠોડ અને તેમના પત્ની દેવુબેન આજે વહેલી સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ પર રંધોળા ગામ પોતાના ભાઈને ત્યાં રાખડી બાંદવા માટે ગયા હતા. જ્યાં રાખડી બાંધ્યા બાદ દંપત્તી ફરી પોતાના ગામ તરફ આવવા નીકળ્યું હતું. ત્યારે જ સિહોર-સોનગઢ હાઈવે પર ઈકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા દંપતી પટકાયું હતું. જેમાં દેવુબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો દલપતભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

ખુશીના પર્વમાં શોક છવાયો
આ અકસ્માત ને પગલે અન્ય વાહન ચાલકો રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને આધેડને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક મહિલાની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક વાહન મુકી નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બહેનનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...