પતિએ જાહેરમાં પત્નીની હત્યા કરી:ભાવનગરમાં આડા સંબંધની શંકાના આધારે જાહેર રસ્તા પર પતિ છરી લઈ પત્ની પર તૂટી પડ્યો, જોત જોતામાં ઢીમ ઢાળી દીધું

ભાવનગરએક મહિનો પહેલા

ભાવનગર શહેરના રૂપાણી નજીક આવેલી ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા પર રાત્રીએ પતિએ છરીના જીવલેણ ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. જેને લઈ ભારે અરેરાટી મચી હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ સામે આવતા હાહાકાર મચ્યો હતો.

ઘોઘા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા 50 વર્ષીય છાયાબેન રાજુભાઈ રાઠોડને તેના પતિ રાજુ રામસંગભાઈ રાઠોડે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખી હતી. જાહેરમાં જ પતિ છરી લઈ પત્ની પર તૂટી પડ્યો હતો અને જોત જોતામાં ઢીમ ઢાળી દીધું હતું. જાહેર રસ્તા પર હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી છે. પતિ રાજુએ તેની પત્નીના બીજા સાથે આડા સંબંધો હોવાની શંકાના આધારે હત્યા કરી નાખી હતી. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...