તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભાવનગરમાં ચોરીના 3 મોટર સાયકલ સાથે 3 શખ્સો ઝડપાયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીસ દિવસ પહેલા મોટર સાયકલની ચોરી કરી હોવાનો ખુલાસો

વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમા હતા તે દરમિયાન વરતેજ સિદસર રોડ ઈમામ કુવા પાસે આવતા ત્રણ ઈસમો ત્રણ મો.સા સાથે સિદસર તરફથી આવતા શંકાસ્પદ લાગતા તેઓ ત્રણે પાસે ત્રણ મો.સા ના કાગળો તથા આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવતા હોય ત્રણ ઈસમો ને ઝડપી લીધા હતા.

ભાવનગર વરતેજ પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ટુ-વ્હીલર બાઇક લઇને નીકળેલા ત્રણ યુવાનોને શંકાના આધારે ઉભા રાખી પૂછપરછ કરતા બાઈક ના કોઈ આધાર પુરાવા ન મળતા ત્રણેય ટુવિલર બાઇક ચોરી કરી હોવાની સામે આવતા વરતેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેમાં ભરત ભુપતભાઈ મકવાણા, પિયુષ છગનભાઈ ભટ્ટ, ઋષિ દિલુભાઈ સરવૈયા નામના ત્રણેય શખ્સોને ઝડપી પાડી ટુવિલર બાઇક ક્યાંથી-ક્યાં લઈ જઈ રહ્યા હતા અને અગાઉ કોઈ ચોરીના ગુનામાં સંકળાયેલા છે કે નહીં તેની આગળની વધુ તપાસ હાથ ધરી છે.આ બાબતે મજકુર ઈસમને પુછપરછ કરતા આસરે વીસ દિવસ પહેલા ચોરેલ હોવાનું કબુલાત આપેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો