તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી:ભાવનગરમાં 1690 યુનિટ કાર્યરત, 34182 શ્રમિકોની રોજી રોટી શરૂ થઈ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરમાંથી શ્રમિકો ગયા તેના ત્રણ ગણા લોકોને કામ મળ્યું
 • 9 ટ્રેન વડે 12743 પ્રવાસી શ્રમિકોએ વતનની વાટ પકડી

કોવિડ19ની વૈશ્વિક મહામારી વચ્ચે ભાવનગર જિલ્લામાંથી પ્રવાસી શ્રમિકો જેટલી સંખ્યામાં પોતાના વતનની વાટ પકડી છે તેનાથી ત્રણ ગણી વધુ સંખ્યાના શ્રમિકોને સમાવિષ્ટ કરતાં જુદા જુદા ઉદ્યોગો ભાવનગર જિલ્લાના ખૂણે ખૂણે શરૂ થઇ ચૂક્યા છે. જુદા જુદા 1690 યુનિટોમાં 34182 શ્રમિકોને રોજગારી શરૂ થઇ ચૂકી છે. દરમિયાન ગુરુવારે બપોરે બે કલાકે ભાવનગર રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 1498 પ્રવાસી શ્રમિકોને લઈને શ્રમિક એક્સપ્રેસ ટ્રેન રવાના થઇ હતી. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લાના 12743 પ્રવાસી શ્રમિકો 9 ટ્રેનથી ઉત્તર પ્રદેશ તરફ રવાના થયા છે.

ઉદ્યોગને પ્રોત્સાહન, હવેના દિવસો ભારતના હશે
કેન્દ્રના નાણામંત્રીએ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજમાં મજૂરથી માંડી ઉદ્યોગ સુધીના તમામ લોકો અંગે ખ્યાલ રાખવામાં આવ્યો છે. લીક્વીડીટી માટે લોનની વ્યવસ્થા સહિતના પગલાંને લીધે ઔદ્યોગિક આલમના અર્થતંત્રને બૂસ્ટઅપ મળશે. આત્મનિર્ભરના નાદે લોકોમાં ચેતના જગાવી છે અને હવે પછીના દિવસો ભારતના હશે.  - જતીનભાઇ શાહ, સાગર સ્ટીવીકોર્સ

બજારમાં પૈસો ફરતો થશે, ઉદ્યોગો-શ્રમિકોને રાહત
એમએસએમઇ ઉદ્યોગોની લીમીટ વધારી તેથી ઉદ્યોગોને લાંબા ગાળે ફાયદો છે. બજારમાં પૈસો ફરતો થાય તે માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યાં છે. ઉપરાંત પરપ્રાંતિય મજૂરો મળી રહે તે માટે નેશનલ રેશન કાર્ડની જે યોજના બનાવી છે. તેનાથી શ્રમિકોને પણ ફાયદો થશે. એકંદરે સરકારે ઉદ્યોગ-ધંધા, બજાર અને રોજગારી તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પેકેજ બનાવાયું છે. - દીલીપભાઇ કામાણી, પ્રમુખ, ચિત્રા ઇન્ડ. એસો.

ગારિયાધારમાં હીરાના કારખાના શરૂ કરો 
ગારિયાધાર શહેર મુખ્યત્વે હીરા ઉદ્યોગ પર નભે છે જેમાં શહેરમાં અંદાજે નાના મોટા હીરાના કારખાના 700 જેટલા છે અને આ કારખાનામાં અંદાજે 22 હજાર જેટલા રત્ન કલાકારો રોજી રોટી મેળવી રહ્યા છે ત્યારે હાલમાં કોરના વાયરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે .ત્યારે ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને હીરા ઉદ્યોગના કારખાના શરૂ કરવા મંજૂરી આપવા રજૂઆત કરાઇ છે.

સુવર્ણકારોને ધંધો શરૂ કરવા મંજૂરી આપવા માંગ 
હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી ના સંદર્ભમાં થયેલ લોકડાઉનના કારણે છેલ્લા લગભગ 50 દિવસથી મોટાભાગના વેપાર ઉદ્યોગો બંધ હાલતમાં છે, જેમાં સુવર્ણકારોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ઘણા દિવસોથી સંપૂર્ણ ધંધો બંધ હોવાથી તમામની ખૂબ જ કફોડી હાલત થયેલ છે. ત્યારે આ સંજોગોમાં સવારના 10થી સાંજના 6 સુધી ધંધો ફરી શરૂ કરવા પરવાનગી આપવા ભાવનગર જિલ્લા સૂવર્ણકાર જવેર્લ્સ એસો.દ્વારા રજૂઆત કરાઇ છે.

25 હજારને રોજી આપતો પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ 
ભાવનગરમાં પ્લાસ્ટિક મોનો ફિલામેન્ટ યાર્ન ઉત્પાદનનાં 250 એકમો પ્લાસ્ટિક બેગ, રી - પ્રોસેસર  આશરે 50 એકમો, કાપડ બનાવતા અને જોબ વર્ક કરતા આશરે 300 એકમો, પ્લાસ્ટિક નિવાર બનાવતા અને મજૂરીકામ કરતા 400 એકમો, 100 જેટલા દોરી - દોરડા બનાવતા એકમો મળીને કુલ 1100 એકમો આવેલા છે. આ એકમો લગભગ 20 થી 25 હજાર લોકોને રોજીરોટી પૂરી પાડે છે. કોવિડ 19નાં લીધે આ તમામ લોકો 25માર્ચથી કામ વગર બેઠા છે.  આથી આ એકમોને શરૂ કરવા એસોના પ્રમુખ ભુપતભાઈ વ્યાસે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો