તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે આજે બીજા દિવસે પણ કુલ 107 ઉમેદવારો ચૂંટણી ફોર્મ લઇ ગયા હતા પરંતુ કોઇ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી તેમ ચૂંટણી શાખા જણાવેલ છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હતી જેને લઇ પ્રથમ દિવસે ઉમેદવારો આશરે 85 ફોર્મ લઈ ગયા હતા પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું અને આજે બીજા દિવસે પણ 107 ફોર્મ લઈ ગયા હતા આમ અત્યાર સુધીમાં 192 ઉમેદવારો ઉપડી ગયા છે.
ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી આગામી તા.8 મી એ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, આગામી તા.9 મી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ રહેશે અને 21 મીએ મતદાન થશે અને 22 મીએ જરૂરી હોય તો પુનઃ મતદાન કરી શકાશે અને ૨૩મીએ મતગણતરી હાથ ધરાશે અને 26 ફેબ્રુઆરીના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.
આગામી બે-ત્રણ દિવસમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થશે તેમ જણાઈ રહ્યું છે અપક્ષ ઉમેદવારો માંથી એક-બે દિવસની અંદર ફોર્મ ભરાશે તેમ ચર્ચાઈ રહ્યું છે ચૂંટણી જાહેરનામું બહાર પડતા રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે અને રાજકીય પક્ષો ઉમેદવારો ફાઇનલ કરવામાં લાગી ગયા છે ચૂંટણીના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.