હિચકારો હુમલો:ભાવનગરમાં જૂની અદાવતમાં બે ભાઈઓએ એક યુવાનને લાકડાનાં ધોકા વડે માર માર્યો

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુવાનને ઈજા પહોંચતા સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • હુમલો કરનારા બંને ભાઈઓ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માટીના ઢગલા પર બેઠેલાં ભાઈ-બહેન પર આજ વિસ્તારનાં બે ભાઈઓએ જૂની અદાવતની દાઝ રાખી હુમલો કર્યો હતો. જેથી ભાઈને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનારા બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડપર રહેતો તથા ફાસ્ટફૂડની લારી પર મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા સંજય ધીરૂભાઇ ગોહેલ તેના ઘર પાસે આવેલી ડી.કે ની દુકાન નજીક માટીના ઢગલા પર તેની બહેન સાથે બેઠો હતો.

આ દરમિયાન આજ વિસ્તારમાં રહેતો માવજી રાઠોડ તથા તેનો ભાઈ લાભુભાઈ ત્યાં આવી જૂની અદાવતે બિભત્સ ગાળો આપી હતી. જેથી સંજયે ગાળો આપવાની ના પાડતાં માવજી તથા તેનો ભાઈ લાભુએ પથ્થર તથા લાકડાનાં ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો અને લોહિયાળ ઈજાઓ કરી નાસી છુટ્યા હતા. આથી સંજયને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેણે બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...