મતદારયાદી સુધારણા કાર્યક્રમ:ગુજરાતમાં ખાસ ઝૂંબેશમાં નવા મતદાર માટે 5,92,193 ફોર્મ મળ્યા

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તા.01 ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન આપી શકાય છે.

જે અંતર્ગત તા.12મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર,2022 સુધીમાં રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 51,782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 12,67,421 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. અને નવા મતદાર તરીકેની નોંધણી માટે 5,92,193 ફોર્મ મળ્યા હતા.

આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...