વેધર:એક જ દિ’માં તાપમાનનો પારો બપોરના 3.4 ડિગ્રી વધ્યો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 27.4 ડિગ્રી થયું
  • શહેરમાં મહત્તમ તાપમાન વધીને 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, 32 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ

ભાવનગર શહેરમાં વરસાદી માહોલ વિખાતા તાપમાન ફરી એક વખત વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં જ શહેરમાં મહત્તમ તાપમાન વધીને 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે પવનની ઝડપ વધીને 32 કિલોમીટર થઇ જતા બપોરે લૂ ફૂંકાઇ હતી. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં શહેરમાં તડકો ખિલ્યો હતો.ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક દિવસમાં 3.4 ડિગ્રી વધીને આજે 38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે 26 કિલોમીટર હતી તે આજે વધીને 32 કિલોમીટર નોંધાઇ હતી. જેથી બપોરના સમયે બળબળતી લૂ ફૂંકાઇ હતી. ભાવનગર શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલની જેમ આજે પણ 58 ટકા નોંધાયું હતુ. આમ, ભાવનગરમાં વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...