• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In A Minor Incident In Bhavnagar's Kumbharwada Area, A Young Man Was Attacked And Beaten By Five Persons. The Injured Youth Was Shifted To Hospital For Treatment.

સામાન્ય બાબતે હુમલો:ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યો

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે શ્રમજીવી યુવાન પર પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. શ્રમજીવી યુવાને સામાન્ય બાબતે એક બાઈક સવારને ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે તેના પરિજનો સાથે આવી યુવાન પર પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઠપકો આપતા ઉશ્કેરાઈને યુવાન પર હુમલો કર્યો

આ સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડપર શેરીનં-18 મા રહેતો અને ભંગારના ડેલામા મજૂરી કામ કરતો યુવાન રામજી કાવા વાઘેલા ગત રોજ તેના ઘર બહાર તેના પુત્રને તેડીને ઉભો હતો. આ દરમિયાન આજ શેરીમા રહેતો વિશાલ નામનો શખ્સ બુલેટ લઈને નિકળતા બુલેટ સવારે તેનું બાઈક રામજી સાથે અથડાવતા રામજી એ આરોપી વિશાલને ઠપકો આપ્યો હતો. જેથી તેના ઘરેથી તેના પિતા ધર્મેશ તથા બનેવી ગોપાલ સાથે રામજીના ઘરમાં ઘૂંસી પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. ત્રણેય શખ્સો હુમલો કરી ફરાર થઈ જતાં ભોગગ્રસ્તે ડી-ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...