તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણમાં ઘટાડો:ભાવનગરમાં 9 દિવસમાં કોરોનામાં રિકવરી રેઇટ 6.56 ટકા વધી ગયો, એક્ટિવ દર્દીની સંખ્યા ઘટીને 4285 થઇ ગઇ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં 308 પોઝિટિવ કેસ, 402 દર્દીઓ થયા કોરોનામુક્ત
  • ભાવનગ શહેરમાં સરકારી ચોપડે કોરોનાથી ત્રણ દર્દીના મોત

ભાવનગરમાં ગત 1 માર્ચના રોજ કુલ 29 કોરોનાના કેસ સારવારમાં હતા પણ બાદમાં કોરોનાની બીજી લહેરમાં વિક્રમી વધારો થતા ગત તા.5 મે સુધીમાં સુધીમાં વધીને 4502 થઇ જતાં આ 65 દિવસમાં કોરોનાના સારવાર લેતા કેસમાં 4473નો વધારો થયો હતો પણ હવે છેલ્લાં 9 દિવસમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા રિકવરી રેઇટ વધીને આજે 76.29 ટકા થઇ ગયો છે. જે અગાઉ ઘટીને 69.73 ટકા થઇ ગયો હતો. એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 4541 હતી તે 256 ઘટીને 4285 થઇ ગઇ છે. 9 દિવસમાં રિકવરી રેઇટ 6.56 ટકા વધ્યો છે. આજે એક દિવસમાં કોરોનાના નવા 308 કેસ મળ્યા તો 402 દર્દીઓ કોરનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં આજે કોરોનાના 201 કેસ નોંધાયા જેમાં 128 પુરૂષ અને 73 મહિલાનો સમાવેશ થતો હતો. તેની સામે 333 દર્દીઓ કોરનામુક્ત થયા જેમાં 225 પુરૂષ અને 108 મહિલાનો સમાવેશ થાય છે. આજે 3 દર્દીના કોરોનાથી મોત થયા હતા. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 107 પોઝિટિવ કેસ નોંધાયા તો 68 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 333 અને તાલુકાઓમાં 68 કેસ મળી કુલ 401 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 19,121 કેસ પૈકી હાલ 4,285 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 248 દર્દીઓનુ અવસાન થયેલ છે. આમ હવે કોરોનામાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધતા સ્થિતિ સુધરી છે.

શહેરમાં 9 દિવસમાં 471 એક્ટિવ કેસ ઘટ્યા
ભાવનગર શહેરમાં આજથી 9 દિવસ પહેલા કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 3171 થઇ ગયેલી તે આજે ઘટીને 2700 થઇ જતા 9 દિવસમાં શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યામાં 471 કેસનો ઘટાડ થતા હોસ્પિટલો પર ભારણ ઘટી ગયું છે.

તાલુકાઓમાં સિહોરમાં સર્વાધિક 36 કેસ
આજે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 19, ઘોઘા તાલુકામાં 10, તળાજા તાલુકામાં 27, મહુવા તાલુકામાં 6, સિહોર તાલુકાઓમાં 36, પાલિતાણા તાલુકામાં 4, વલ્લભીપુર તાલુકામાં 1 તેમજ જેસર તાલુકામાં 4 કેસ મળી કુલ 107 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

રિકવરી રેઇટ 76.29 ટકા થયો
ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 19,121 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 14,585 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતાં સમગ્ર જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 76.29 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...