તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:61 દિવસમાં કોરોન્ટાઇન થયેલા પરિવારોના 90000 લોકોને ઘર સુધી ભોજન પહોચાડયુ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી દ્વારા

કોરોનાના કપરા કાળમાં નાત જાતના વાડા બંધનો વગર માનવ માત્ર માટે રામવાડીએ વિનામૂલ્યે ટીફીન સેવા શરૂ કરવાનો વિચાર કર્યો અને બધું જ થઈ જશે તેવા વિશ્ચાસ સાથે અન્ન યજ્ઞ 9 એપ્રિલથી શરૂ કરવામાં આવેલ આ અન્ન સેવા યજ્ઞમાં 8 જૂન સુધીમાં રામવાડી ટીફીન સેવા સમિતિ 61 દિવસમાં 90000થી વધુ લોકોની અન્ન સેવા કરવામાં નિમિત્ત બની. 35 કાર્યકરોની અનોખી સેવા અને કીરીટભાઇ પંડયા, પ્રભાકરભાઇ વ્યાસ અને કુંતલ ત્રિવેદીના સંચાલન તળે નારી, રૂવા, અધેવાડા, અલકા સિનેમા, આનંદનગર, બોરતળાવ સીદસર કાળીયાબીડ ખાતે કોરોન્ટાઇન થયેલ સર્વજ્ઞાતિના લોકોને ભોજનનુ પાર્સલ મોકલવામાં આવે છે.

ભાવનગરમાં સૌ પ્રથમ આ સેવા શરૂ કરી આજ સુધી અવિરત આ સેવા યજ્ઞ શરૂ રાખવામાં અમે સફળ રહ્યા છીએ. હવે પ્રભુ કૃપાથી કોરોના હળવો પડ્યો છે અને ટીફિન સેવાની આવશ્યકતા ઘટી રહી છે ત્યારે હવે 9 જૂનથી આ કોરોના દર્દીઓની ટિફિન સેવાને આપ સહુના પુનઃ ઋણ સ્વીકાર સાથે વિરામ આપીએ છીએ. મરણ પ્રસંગે વ્યથિત પરિવાર માટે ભોજનની વ્યવસ્થાની સેવા ચાલુ જ રહેશે. અને ઈશ્ચર કરે ફરી આ કે આવી મહામારી ન આવે, પરંતુ જો આવા સંજોગો ઉભા થાય તો ફરી રામવાડી સેવા માટે તૈયાર છે

અન્ય સમાચારો પણ છે...