તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:5 વર્ષમાં રાજ્યમાં પ્રાથમિક શાળામાં 5.54 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા, આ વર્ષે 1.82 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2014માં પ્રાથમિક શાળાઓમાં કુલ વિદ્યાર્થીઓ 92.29 લાખ હતા તે ઘટીને 2019માં 86.75 લાખ થઇ ગયા

એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના સુધારા માટે ભાર વગરના ભણતર સહિત એક પછી એક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે ત્યારે વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં પ્રકાશિત થયેલી સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ ગુજરાતમાં સતત પાંચમા વર્ષે પ્રાથમિક શાળાની સંખ્યામાં તો વધારો થયો છે પણ તેની સામે સતત ચોથા વર્ષે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1.82 લાખ વિદ્યાર્થીઓનો ધરખમ ઘટાડો નોંધાયો છે. તો છેલ્લા પાંચ વર્ષમાં જ રાજયમાં પ્રાથમિક શાળાઓમાં 5.54 લાખનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઝડપભેર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આ વર્ષે તો કોરોનાને લીધે કોઇ અભિયાન પાછળ કોઇ ખર્ચ થયો નથી પણ બાકી દર વર્ષે ગુજરાત રાજ્યમાં પ્રવેશોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પણ તેમાં મુખ્ય કહેવાય તેવા લક્ષ્યાંક વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની બદલે ઘટી છે.

ગુજરાત રાજ્યમાં 2016ના વર્ષમાં કુલ 44,018 પ્રાથમિક શાળાઓ હતી જે અગાઉ ઇ.સ.2015ના વર્ષમાં 43,638થી 380 શાળાનો વધારો દર્શાવે છે. અગાઉ રાજ્યમાં 2015ના વર્ષમાં કુલ વિદ્યાર્થીઓ 91.42 લાખ હતા તે 2016ના વર્ષમાં 75 હજાર ઘટીને માત્ર 90.67 લાખ થઇ ગયા છે. જ્યારે વર્ષ 2017-18ના વર્ષમાં શાળાઓની સંખ્યા 45,055 થઇ ગઇ પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં જબ્બર ઘટાડા સાથે સંખ્યા 88. 57 લાખ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો