તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ આંખ:5 દિવસમાં 3047 જેટલા લોકો માસ્ક વિના દંડાયા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના ફૂંફાડો મારીને બેઠો થયો છતાં બેદરકારી
 • ભાવનગર પોલીસ દ્વારા 5 દિવસમાં માસ્ક ન પહેરનાર પાસેથી 30 લાખ 47 હજારની રકમ વસુલ કરવામાં આવી

કોરોના નાં સંક્રમણ નિયત સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસૂલવાની કાર્યવાહી ભાવનગર પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. ગત સપ્તાહે તા.30 નવેમ્બર થી શરૂ કરીને તા. 5 ડિસેમ્બર સુધી પાંચ દિવસોમાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરનારા લોકોને કુલ 30 લાખ 47 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 બીજા શહેરોમાં વધી રહેલા કોરોના નાં કેસને પગલે ભાવનગરમાં પણ માસ્ક ચેકીંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોરોના જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે આટલા વધારે પ્રમાણમાં માસ્ક વિનાના લોકો એ સત્ય છતું કરે છે કે પ્રજા હજી પણ કેટલી બેદરકાર છે.

કોરોના ની મહામારીમાં પણ ઘણા લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસુલવામાં આવે છે. છેલ્લા પાંચ દિવસો માં 3047 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તા.30 નવેમ્બર થી તા.5 ડિસેમ્બર સુધીમાં 122 વાહનોને એમ.વી. એકટ કલમ 207 હેઠળ ડી ટે ઈન કરેલ છે. જ્યારે સ્થળ પર કુલ 4 લાખ 64 હજાર 300 રૂ. ની રકમની વસુલાત કરવામાં આવી હતી. ભાવનગર પોલીસ વિભાગ અને મહાનરપાલિકા વધુમાં વધુ લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આમ કોરોનાનો રોગચાળો બીજા તબક્કામાં ફુંફાડો મારી રહ્યો છે છતાં નગરજનોમાં માસ્ક પહેરવા પ્રત્યે જાગૃતિ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો