ઉમેદવારોના સમર્થનમાં આયોજનો:4 દી'માં 3 મહારથીઓ ભાવેણામાં સભા અને રેલીથી માહોલ ગરમાશે

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે નરેન્દ્ર મોદી, કાલે શક્તિસિંહ અને 26મીએ કેજરીવાલ, ઉમેદવારોના સમર્થનમાં આયોજનો
  • જોકે સામાન્ય પ્રજાનો રસ ઓસરી રહ્યો છે

વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. પરંતુ હજુ ચૂંટણીનો માહોલ જામતો નથી. ત્યારે આગામી ચાર દિવસમાં ત્રણ રાજકીય મહારથીઓ ભાવનગરમાં સભા સરઘસથી ચૂંટણીનું વાતાવરણ ઊભું કરશે. આવતીકાલ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા તો 24મી એ શક્તિસિંહ ગોહિલની સભા જ્યારે 26 મી એ કેજરીવાલના રોડ શોનું આયોજન ઘડાયું છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર રાજકીય પક્ષો માટે પણ હોટ ફેવરિટ બન્યું હોય તેમ રાજકીય માંધાતાઓની નજર ભાવનગર પર છે. જેને કારણે તમામ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના અવારનવાર ભાવનગરમાં પડાવ નખાઈ રહ્યા છે.

નજીકના દિવસોમાં જ ભાવનગરમાં સતત બે વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા બાદ આવતીકાલ તા.23 ના રોજ સાંજે ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં જાહેર સભા સંબોધશે. જાહેર સભા જ્યારે 24મીના રોજ સાંજે નિર્મળનગર આટા મિલ ખાતે રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ખ્યાતનામ શાયર અને સાંસદ ઇમરાન પ્રતાપગઢી સહિતના કોંગ્રેસના આગેવાનો સભાને સંબોધશે. તેમજ 26 ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો ટાઉન હોલ થી ખારગેટ રોડ શોનું આયોજન કરાયું છે.

ભાવનગરમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના પ્રચાર કાર્યક્રમને કારણે ધીરે ધીરે ચૂંટણીનો માહોલ પણ સર્જાવા લાગ્યો છે. જોકે, હજુ પણ સામાન્ય પ્રજાજનોને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના વારંવારના આયોજનોથી રસ ઓસરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...