તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડીઓ ફરતે ગાળીયો તંગ:ભાવનગરમાં સ્ટેટ GSTની ટીમે 322 પેઢીમાં ચકાસણી કરી, 229 બોગસ પેઢીમાંથી 2750 કરોડનું બોગસ બિલિંગ ઝડપી પાડ્યું

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરમાં સ્ટેટ GSTની કામગીરીમાં 72% પેઢી બોગસ મળી આવી
  • નવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ કડક બનાવાઈ

ભાવનગર અને જીએસટી ચોરીને સાપેક્ષ સંબંધ હોય તે રીતે આખા રાજ્યના કૌભાંડીઓ ભાવનગરથી બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવ જેવા ખોટા કામને અંજામ આપી રહ્યા હતા. આવા કૌભાંડીઓની ફરતે ગાળીયો વધુ તંગ બનાવવાની સાથે સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં 229 પેઢીઓઓમાં 2750 કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું હોય રજીસ્ટ્રેશન રદ્દ કરી નાંખવામાં આવ્યા છે, અને તેઓની જમા રહેલી વેરાશાખ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવાની કામગીરી ચાલી રહી છે.

બીજી તરફ નવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ વધુ કડક બનાવવામાં આવી રહી છે, સ્ટેટ જીએસટીના ભાવનગર એકમ દ્વારા શંકાસ્પદ વ્યવહારો ધરાવતી પેઢીઓને ડેટા એનાલીસીસ ના આધારે તારવવામાં આવી હતી અને અમદાવાદ-સુરતના ઇન્સપેક્ટરો ની સાથે મળી ભાવનગરમાં 322 પેઢીઓમાં કરવામાં આવેલી ચકાસણીઓમાંથી 229 પેઢીઓ બોગસ મળી આવી હતી, અને આવી પેઢીઓના રજીસ્ટ્રેશન રદ્દ કરાવવાની પ્રક્રિયા શુક્રવારે આગળ ધપાવવામાં આવી છે.

સ્થળ ચકાસણી દરમિયાન સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા પેઢીના સરનામા, દસ્તાવેજો, માલીકોના નામ, રજીસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવ્યા મુજબનો ધંધો થાય છે કે કેમ, ટ્રેડિંગ કંપની હોય તો ખરીદ-વેચાણની માહિતી, સ્ટોરેજ ગોડાઉન સહિતની ચકાસણીઓ કરવામાં આવી હતી. પ્રાથમિક રીતે ડેટા એનાલીસીસમાં જ પેઢીઓની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઇ આવી રહી હતી, અને તેની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવતા 72 ટકા કિસ્સામાં પેઢીઓ બોગસ મળી આવી છે.

આવી પેઢીઓના રજીસ્ટ્રેશન રદ્દ કરાશે, અને બોગસ બિલિંગ દ્વારા કૌભાંડી પેઢીઓએ એકત્ર કરેલી વેરાશાખને સરકારમાં જમા કરાવવામાં આવશે. નવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ વધુ કડક બનવવામાં આવી છે, અને ઓનલાઇન એપ્લિકેશન બાદ રેન્ડમલી અધિકારીઓને ચેકિંગ માટે મોકલવામાં આવે છે, અને રજીસ્ટ્રેશનમાં દર્શાવ્યા મુજબના વ્યવહારો ભવિષ્યમાં મેચ ન થતા હોય અને કામગીરી કાંઇક અલગ હોય તો મંજૂર કરનારા અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી રહી છે.

દરમિયાન સમગ્ર રાજ્યના બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ, ખોટા ઇ-વે બિલ કૌભાંડના માસ્ટર માઇન્ડ ગણાતા ભાવનગરના મહમદઅબ્બાસ એસ. સવજાણી (ઉર્ફે ટાટા)ને પકડવા માટે સ્ટેટ જીએસટી, સીજીએસટી અને ડીજીજીઆઇ તલપાપડ બની છે અને સતત શોધખોળ કરી રહી છે.

બોગસ બિલિંગમાં સંડોવાયો છે 490 કરોડનો વેરો
આ કામગીરીમાં 322 પૈકી 229 કેસો બોગસ માલૂમ પડયા હતા અને આ 229 દેશોમાં કુલ રૂા.2750 કરોડનું બોગસ બિલિંગ થયું હોવાનું જણાઈ આવ્યું છે. આ બોગસ બિલિંગમાં અંદાજે રૂા.490 કરોડનો વેરો સંડોવાયેલો છે. આ મામલે ઘનિષ્ઠ ઝુંબેશ આગળ ધપી રહી છે.