તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:શહેરમાં 253 દિવસમાં કોરોનાના 3300 દર્દીઓએ જંગ જીત્યો

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુરૂવારે જિલ્લામાં કુલ 20 પોઝિટિવ કેસ મળ્યા : કુલ દર્દીની સંખ્યા 5280 થઈ
 • પ્રથમ 1650 દર્દીને સાજા થતા 168 દિવસ, બીજા 1650 દર્દીને 85 દિવસમાં સાજા થયા

ભાવનગર શહેરમાં ગત તા.26 માર્ચથી કોરોનાના રોગચાળાએ પગ પેસારો કર્યા બાદ આજ સુધીમાં 253 દિવસ વિત્યા છે ત્યારે શહેરમાં કોરોનાની મહામારી સામે કુલ 3300 દર્દીઓએ જંગ જીત્યો છે. એટલેકે આ 253 દિવસના સમયગાળામાં દરરોજ 13.04 દર્દીઓએ કોરોનોને પરાજિત કરી ઘરે સાજા થઇ ફર્યા છે. આ સામે ભાવનગર શહેરમાં 253 દિવસમાં કુલ 3376 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં રિકવરી રેઇટ 97.75 ટકા થઇ ગયો છે. આજે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 20 કેસ નોંધાયા હતા જ્યારે 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. કોરોનામાં દર્દીઓની સાજા થવાની એક તુલના કરીયે તો કુલ 253 દિવસ પૈકી ભાવનગર શહેરમાં પ્રથમ 1650 દર્દીને સાજા થતા 168 દિવસ લાગ્યા જ્યારે બીજા 1650 દર્દીને સાજા થવામાં 85 દિવસ થયા હતા.

ભાવનગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા 20 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,280 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 11 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 13 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, મહુવા ખાતે 1, પાલિતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે 1, સિહોર ખાતે 1, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે 1 તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે 1 કેસ મળી કુલ 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 4 એમ કુલ 18 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. . આમ જિલ્લામા નોંધાયેલા 5,280 કેસ પૈકી હાલ 73 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,131 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનું અવસાન થયેલ છે.

અંતિમ 85 દિવસમાં રોજ 19.41 સાજા થયા
ભાવનગર શહેરમાં કુલ 253 દિવસમાં 3300 દર્દીઓ સાજા થયા છે જેમાં બે ભાગ પાડીયે તો પ્રથમ 1650 દર્દીઓને સાજા થવામાં કુલ 168 દિવસ એટલે કે સાડા પાંચ માસથી વધુ સમય લાગ્યો જ્યારે અંતિમ 1650 દર્દીઓને કોરોનામાંથી સાજા થવામાં 85 દિવસ એટલે કે પૂરા ત્રણ માસ પણ થયા નથી. બીજી રીતે કહીયે તો પ્રથમ 1650 કેસ 168 દિવસમાં સાજા થયા એટલે કે રોજના 9.82 દર્દી સાજા થયા જ્યારે અંતિમ 1650 દર્દી 85 દિવસમાં સાજા થયા એટલે કે રોજના 19.41 દર્દી સાજા થવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો