રસાકસી:2017માં ભાજપ 2 અને કોંગ્રેસ 1 બેઠકમાં ઓછી લીડથી વિજેતા થયેલા ત્યાં રસાકસી

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય બેઠક પર 4 ટકા મત ફરે તો પરિણામ બદલાઇ જાય
  • ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મહુવા અને ગારિયાધાર તેમજ કોંગ્રેસને તળાજા બેઠકમાં 4 ટકાથી ઓછી લીડ મળેલી

2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની 7 પૈકી 3 બેઠક એવી હતી કે જ્યાં વિજેતા ઉમેદવાર તેના હરિફ ઉમેદવારથી 4 ટકાથી ઓછા મતની લીડથી જીત્યા હતા. આ ત્રણ બેઠકમાં મહુવા, ગારિયાધાર અને તળાજાનો સમાવેશ થાય છે. જેમાં મહુવા અને ગારિયાધાર બેઠકમાં ભાજપ વિજેતા થયેલું જ્યારે તળાજાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. અવે જો આ બેઠકો પર 4 ટકા આસપાસ પણ મતોમાં ફેરફાર આવે તો પરિણામ બદલાઇ તેમ છે.

2017માં 7 પૈકી 1 માત્ર બેઠક જે કોંગ્રેના ફાળે ગયેલી તે તળાજાની બેઠકમાં કોંગ્રેસના વિજેતા કનુભાઇ બારૈયા 1779 મતે વિજેતા થયેલા જ્યારે આ બેઠક પર નોટામાં 2918 મત પડ્યા હતા. ભાજપને ફાળે 65,083 અને વિજેતા કોંગ્રેસના ફાળે 66,862 મત ગયેલા એટલે વિજેતા માત્ર 1.28 ટકા મતની લીડથી વિજુતા થયેલા. આવું જ કંઇક ગારિયાધારમાં જોવા મળ્યું જ્યાં ભાજપના વિજેતા કેશુભાઇ નાકરાણી કોંગ્રેસના ઉમેદવારથી માત્ર 1876 એટલે કે 1.68 ટકાની લીડથી તથા મહુવામાં ભાજપના વિજેતા આર.સી.મકવાણા 5009 એટલે કે 3.80 ટકા મતથી વિજેતા થયા હતા. આ ત્રણેય મતદાન ક્ષેત્રમાં આ વખતે જો મતદારોમાં 4 ટકા પણ ફેર આવશે તો પરિણામ ફરી શકે છે.

2017માં 4 ટકાથી ઓછા મતે વિજેતા
મતક્ષેત્રવિજેતાકુલ મતસરસાઇટકાવારી
તળાજાકનુભાઇ બારૈયા66,86217791.28 ટકા
ગારિયાધારકેશુભાઇ નાકરાણી50,63518761.68 ટકા
મહુવાઆર.સી.મકવાણા44,41050093.80 ટકા

મહુવા 2017માં અપક્ષ મુખ્ય હરિફ હતા તે આ વખતે કોંગ્રેસમાં

મહુવા વિધાનસભામાં 2017ની ચુંટણીમાં ભાજપના આર.સી.મકવાણા બાદ બીજા ક્રમે અપક્ષ ઉમેદવાર ડો.કનુભાઇ કળસરિયા હતા. કોંગ્રેસ ત્રીજા ક્રમે હતી. આ વખતે ડો.કનુભાઇ કળસરિયાને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે 2017માં અપક્ષ તરીકે મેળવેલા મતમાં વધઘટમાં કેવી અસર રહે છે તે જોવાનું રહ્યુ. જો કે ભાજપે પણ ઉમેદવાર બદલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...