એનાલિસિસ:2017માં 2%થી ઓછા મતે વિજેતાને ભાજપ કોંગ્રસે રિપીટ કર્યા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં 14 ટકાથી વધુ મતે વિજેતા થયેલા ઉમેદવારની ટિકિટ કપાઇ ગઇ
  • તળાજાના વિજેતા ઉમેદવાર 1.25 ટકા અને ગારિયાધારના ઉમેદવાર 1.66 ટકા મતની લીડથી વિજેતા થયેલા

ભાવનગર જિલ્લામાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોને વિધાનસભા માટે ટિકિટ આપવામાં આવી છે જેમાં એક આશ્ચર્યજનક નિર્ણયમાં ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંડ માંડ 2 ટકાથી પણ ઓછા મતની લીડથી જીતેલા તળાજા અને ગારિયાધાર બન્ને વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવારને રિપીટ કરાયા છે જ્યારે ભાજપે 14 ટકાથી વધુ મતોની નોંધપાત્ર સરસાઇથી વિજેતાને ટિકિટ ફાળવી નથી. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાં ગત 2017ની ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી.

7 વિધાનસભા બેઠકોમાં ભાજપને 6 અને કોંગ્રેસને 1 બેઠક મળી
જેમાં જે બે બેઠક એવી હતી જેમાં ઉમેદવાર 2 ટકાથી પણ ઓછા મતોની લીડથી વિજયી બન્યા હતા પણ આ વખત. આ બન્ને ઉમેદવારને રિપીટ કરાયા છે. તળાજામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાને 66,862 મત મળેલા જ્યારે ભાજપના ગૌતમભાઇ ચૌહાણને 65,083 મત મળેલા એટલે કનુભાઇનો 1779 મતે વિજય થયો હતો.

2017ના આ ઉમેદવાર વચ્ચે જ જંગ જામશે
કનુભાઇ જેટલા મતે જીત્યા તેનાથી વધુ મત તો નોટામાં પડ્યા હતા નોટામાં 2918 મત ગયા હતા જો નોટા ન હોત તો આ બેઠક પર પરિણામ જુદુ હોત. પણ આમ છતાં આ સાંકડા વિજયને ધ્યાને રાખીને કોંગ્રેસે કનુભાઇ બારૈયાને રિપીટ કર્યા છે ત્યારે આ વખતે ભાજપે પણ હારેલા ઉમેદવાર ગૌતમભાઇ ચૌહાણને રિપીટ કર્યા હોય 2017ના આ ઉમેદવાર વચ્ચે જ જંગ જામશે. આવી જ રીતે ગારિયાધાર બેઠકમાં ભાજપ માટે થયું. ભાજપના અનુભવી ઉમેદવાર કેશુભાઇ નાકરાણીને 50,635 મત મળેલા જ્યારે તેના હરિફ ઉમેદવાર કોંગ્રેસના પી.એમ.ખૈનીને 48,759 મત મળતા કેશુભાઇનો 1,876 મતે વિજય થયો હતો.

ગારિયાધાર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા
​​​​​​​આ બેઠક પર નોટામાં 2698 મત પડેલા. એટલે ગારિયાધારમાં પણ જો નોટા ન હોત તો પરિણામ કંઇક જુદુ હોત. ભાજપે માત્ર 1.66 ટકા મતની લીડથી વિજયી થયેલા .મેદવાર કુશુભાઇ નાકરાણીને સાતમી વખત ટિકિટ આપી છે. ત્યારે આ વખતે ગારિયાધાર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે. આ સામે એક ઉદાહરણ વધુ મતે જીત છતાં ટિકિટ કપાયાનું છે. ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર વિભાવરીબહેન દવેને 87,323 મત મળેલા તેની સામે કોંગ્રેસના ઉમેદવાર નીતાબહેન રાઠોડને 64,881 મત મળતા વિભાવરીબહેનનો 22,442 મતની લીડથી વિજય થયો છતાં તેમની ટિકિટ કપાઇ ગઇ છે.

2017માં સાત વિધાનસભાના વિજેતાની લીડ

મતક્ષેત્રભાજપકોંગ્રેસલીડટકાવારી
ભાવનગર ગ્રામ્ય89,55558,56230,99319.14 ટકા
ભાવનગર પૂર્વ87,32354,88122,44214.13 ટકા
ભાવનગર પશ્ચિમ83,70156,51627,18517.95 ટકા
પાલિતાણા69,47955,29014,1899.49 ટકા
ગારિયાધાર50,63548,7591,8761.66 ટકા
મહુવા44,41039,4015,0093.7 ટકા
તળાજા66,86265,08317791.25 ટકા

જિલ્લામાં પક્ષોને મળેલા મત

પક્ષકુલ મતટકાવારી
ભાજપ4,90,18648.46 ટકા
કોંગ્રેસ3,81,44637.71 ટકા
બીએસપી44260.44 ટકા
અન્ય સમાચારો પણ છે...