શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગરના ગૌરવશાળી વારસાના જતન માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ શાંતિલાલ શાહ હાઇસ્કુલ એટલે કે આલ્ફ્રેડ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.
તા.8 જુલાઈ 1872માં ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી અને આરંભે આ હાઈસ્કૂલમાં 56 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. અલ્પેશ હાઈસ્કૂલનું ભવ્ય મકાન ઇન્ડો સર સેનિક સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું હતું.
આ હાઇસ્કૂલના પ્રદેશ અને દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં લલ્લુભાઈ શામળદાસ મહેતા, વીરચંદ રાઘવજી ગાંધી, મનુભાઈ નંદશંકર મહેતા, નાનાભાઈ ભટ્ટ, અમૃતલાલ ઠક્કર, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, રવિશંકર રાવળ, બળવંતરાય મહેતા, વિજયરાજ વૈદ્ય, રામનારાયણ પાઠક વિ.નો સમાવેશ થાય છે.
19 મી સદીમાં ભાવનગરના શિક્ષણ સંસ્કાર વારસાના વિકાસમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલ, માજીરાજ કન્યાશાળા, શામળદાસ કોલેજ અને બાર્ટન લાઇબ્રેરી નો મોટો અને મહત્વનો ફાળો રહ્યો છે. આ શિક્ષણ વારસાના વિકાસ માટે ભાવનગરના ગોહિલ વંશના શાસકોએ ભવ્ય ઈમારતો બંધાવી હતી અને જે આજે પણ આભૂષણ સમાન છે.
આ વારસાનું આજના વિદ્યાર્થીઓને જ્ઞાન મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો . હાઈસ્કૂલના આચાર્ય મયુરભાઈ જાની એ પણ ઇતિહાસ અને પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી કોલેજના પ્રિ. જયવંતસિંહ ગોહિલ, વિભાગના અધ્યક્ષ ડો. લક્ષ્મણ વાઢેરે માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.