તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In 15 Days In Bhavnagar City Without Mask, Violation Of Declaration And Vehicle Detention Including Rs. A Fine Of Rs 50 Lakh Was Imposed

કડક ચેકીંગ:ભાવનગર શહેરમાં 15 દિવસમાં માસ્ક વગર, જાહેરનામું ભંગ તથા વાહન ડીટેઇન સહિતનો રૂ. 50 લાખનો દંડ ફટકારાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાઈટ કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર 487 લોકો સામે કેસ દાખલ કર્યા

રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેરમાં 8 એપ્રિલથી નાઈટ કરફ્યૂ અમલમાં મુકવામાં આવેલો છે. જેનો પોલીસ દ્વારા હવે કડક અમલ કરાવવાનું શરૂ કરાયું છે. ગતરાત્રીના શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી પોલીસે અનેક વિસ્તારોમાં માસ્ક ડ્રાઈવ, વાહનો ડિટેન કર્યો હતા. જેમાં 15 દિવસમાં માસ્ક, જાહેરનામું ભંગ તથા વાહનો સહિતનો રૂ. 50 લાખનો દંડ ફટકારાયો છે.

કોવિડ-19 કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત, માસ્ક સહિતના નિયમો લાદવામાં આવ્યા છે. અને રાત્રી કરફ્યૂ પણ અમલમાં છે અને પોલીસને કડક ચેકીંગ કરવાની સુચના પણ અપાઈ છે. તેમાં છેલ્લા 15 દિવસમાં ભાવનગરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ હતું,

જેના ભાગરૂપે 15 દિવસમાં માસ્ક નહિ પહેરતા લોકો પાસેથી પોલીસે રૂપીયા 50 લાખનો દંડ વસુલ્યો છે. આ ઉપરાંત નાઈટ કરફ્યૂ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર 487 લોકો સામે કેસ દાખલ કર્યા છે અને 221 વાહનો ડીટેઈન કર્યા છે.

ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક સૈયદએ જણાવ્યું હતું કે ભાવનગરમાં છેલ્લા 15 દિવસમાં માસ્ક ન પહેરતા, નાઈટ કફ્ર્યુ દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર, વાહનો ડીટેઇન સહિતના કુલ 50 લાખનો પોલીસે દંડ કર્યો છે. અને લોકોને અપીલ કરી હતી કે લોકો હાલ કોરોના મહામારીને ધ્યાને લઈ લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો વગેરે તકેદારી રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...