તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ જીત્યા:1 માસમાં 3164 દર્દીએ કર્યો કોરોનાને પરાજિત, અત્યાર સુધીમાં 9645 દર્દીઓ સાજા થયા

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • છેલ્લાં સપ્તાહમાં સાજા થનારાની સંખ્યા વધી, રોજના સરેરાશ 105 દર્દીઓ કોરોનામુક્ત

ગત એપ્રિલ માસમાં સર્વાધિક વિક્રમસર્જક 6,285 કેસ 30 જ દિવસમાં નોંધાયા હતા. જો કે તેની સામે આ એકમાસમાં ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 3164 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા હતા. જે એક રાહતરૂપ સમાચાર છે. આખા માસમાં રોજના સરેરાશ 105 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જો કે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા બમણી હોય હજી હોસ્પિટલો પર સાજા થયાની અસર દેખાતી નથી. પણ એપ્રિલના છેલ્લાં માસમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે.

ગત એપ્રિલ માસના આરંભે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સામે જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા 6481 હતી તે ગઇ કાલે એપ્રિલ માસ પુરો થયો ત્યારે વધીને 9645ના આંકને આંબી ગઇ હતી. આથી એક માસમાં 3164 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાનો દર છેલ્લાં એક સપ્તાહથી વધ્યો છે. જેમાં એપ્રિલની 24થી 30 તારીખના સપ્તાહમાં કુલ 1364 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. એટલે કે હવે રોજ સરેરાશ 195 દર્દીઓ કોરોનામુક્ત થવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો