જવાબદારીઓ સમજાવી:સમાજ સુધારવાને બદલે બાળકોને સુધારો સમાજ આપોઆપ સુધરી જશે : કલેકટર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને સુસંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ સમજાવો
  • શૈશવ દ્વારા દીકરીઓની સુરક્ષા માટે ‘લાડકી’ કાર્યક્રમનો આરંભ

બાળકોના અધિકાર અને વિકાસ માટે અઢી દાયકા ઉપરાંતથી કાર્યરત ‘શૈશવ સંસ્થા’ દ્વારા બાળ અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત દીકરીઓની વિશેષ કાળજી, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને લઈ નવત્તર ‘લાડકી’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ કાર્યરત ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની સેવાઓના 10 વર્ષ પૂરા થતા તથા બાળકોના સંગઠન બાલસેનાના 18 વર્ષ પૂર્ણ થતા કામગીરીનો અહેવાલ સંસ્થાના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો.

આ તકે કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે દીકરો હોય કે દીકરી તેનો ઉછેર કરવો એ અગત્યનું પરિબળ છે. લોકો સમાજ સુધારનાં બદલે બાળકને સુધારશે તો સમાજ આપોઆપ સુધરી જશે. આ ઉપરાંત ભાવનગર શહેરના તથા જિલ્લાના અન્ય શહેરોમાં બાળ સુરક્ષા યાત્રા, શેરી નાટક, પ્રદર્શન સાથે ટીમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી વિભાગો બાળકો પ્રત્યે કામ કરતાં હોય છે, પરંતુ આવી સંસ્થાઓ છે જે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે, જેઓ ફક્ત બાળકો માટે કાર્યરત છે. દેશને સક્ષમ બનાવવા આજના બાળકને સારા સંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજાવી અત્યંત આવશ્યક છે.

10 વર્ષથી ચાઇલ્ડ હેલ્પ લાઇન કાર્યરત
શૈશવ દ્વારા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન સરકારના વિવિધ વિભાગોના સહયોગમાં કાર્યરત છે. 10 વર્ષમાં મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના વિવિક પ્રકારના 2258 કેસ મળ્યા અને તેનું નિરાકરણ કરાયું છે. અંદાજે 3,14,231 લોકો બાળકો સુધી ચાઇલ્ડ હેલ્પલાઇનની માહિતી પહોંચતી કરવામાં આવી છે.

બાલસેનાના 18 વર્ષમાં 15વાર તો અધ્યક્ષપદે કિશોરીઓ
શૈશવની બાલસેનાને 18 વર્ષ થયા તેના અધ્યક્ષપદે 15 વાર તો કિશોરીઓ ચૂંટાઇ આવી છે. કોઇ પણ અનામત વગર, દીકરોઓનો સ્વીકાર થયો છે. કુંભારવાડાની સોનલ ભારતની દીકરીઓ વતી બ્રાઝિલમાં વર્લ્ડ સોશિયલ ફોરમમાં પહોંચી હતી અને તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ ભવનમાં મળી હતી. બાલ સેનાની 5 દીકરીઓ 2006માં યુએસમાં આયોજિત વર્લ્ડ સમીટ ફોર ગર્લ્સમાં સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતુ તેમ શૈશવના પારૂલબહેન શેઠે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...