ખેડૂતોને રાહત:ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળીના ભાવમાં કિલો દીઠ રૂ.2નો વધારો કર્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અંદાજે 35 હજારથી વધુ ખેડૂત પરિવારને લાભ થશે
  • ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા

મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ડુંગળી પકવતા લાખો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કિલોદીઠ 2 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. જેથી અંદાજે 35 હજારથી વધુ ખેડૂત પરિવારને મોટો લાભ મળશે.

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, ડુંગળીના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને વધુ મુશ્કેલી પડી રહી હતી. જેથી ખેડૂતોને વધુ તકલીફ ન પડે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. 1/4/2020 થી 45 લાખ કટ્ટા એટલે થેલીઓ જે 50 કટ્ટાની હોય છે જે એપીએમસીમાં વેચાણ માટે આવતી હોય છે, જેમાં કિલો દીઠ 2 રૂપિયા એટલે કે એક કટ્ટા દીઠ 100 રૂપિયા જેટલો વધારો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના લાભથી ખેડૂતોને ઘણી રાહત થશે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે. ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ પાક લેતા 35 હજાર ખેડૂતોને લાભ થશે.

અન્ય સમાચારો પણ છે...