હાઇફા ડેની ઉજવણી:ઈઝરાયેલની સ્થાપનામાં ભાવનગર રાજ્યના સૈનિકોનું મહત્વપૂર્ણ યોગદાન

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેમ્બરે ભાવનગરમાં હાઇફા ડેની ઉજવણી થશે
  • પ્રથમ વિશ્વયુદ્ધમાં ખેલાયેલા હાઇફા જંગમાં ભારતીય જવાનોએ ઓટોમન એમ્પાયર અને જર્મનોને પરાજિત કરેલા

પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ભાવનગર રાજ્યના સૈનિકોએ લડેલી હાઈફાની લડાઈ અને જીતથી આજની પેઢી અજાણ છે ત્યારે ભાવનગર જિલ્લા માજી સૈનિક એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ હાઇફા ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. ઈ.સ.1918ના 23 સપ્ટેમ્બરે પેલેસ્ટાઇનના હાઇફા બંદરે પ્રથમ વિશ્વયુદ્ધ અંતર્ગત આ લડાઈ થયેલી. બ્રિટિશ સૈન્ય તરફથી ભાવનગર જોધપુર અને મૈસુર રાજ્યના સૈનિકો જંગ લડ્યા હતા અને દુશ્મન સૈન્યમાં ઓટોમન એમ્પાયર અને જર્મન સૈનિકો હતા.

વિશાળ લડાઈ ના અંતે ભારતીય સૈનિકોએ ભવ્ય વિજય મેળવી હાઇફા બંદર પર કબજો મેળવ્યો હતો હાઇફાની આ જીત પછી દુનિયાના નકશા પર ઇઝરાયેલ નામના નવા દેશના જન્મની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ લડાઈમાં દુશ્મન સૈન્ય પાસે તોપ, બંદૂક અને મશીનગન જેવા શસ્ત્રો હતા જ્યારે ભારતીય સૈનિકો પાસે તો તલવાર ભાલા અને તીરકામઠા હતા એ સમયે ભીષણ જંગ ખેલાયો હતો. ભારતની પહેલી પેઢીના કિંગ કમિશન્ડ ઓફિસર ભાવનગર રાજ્યના કેપ્ટન જોરાવરસિંહ ગોહિલે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભાવનગર રાજ્યના 87 ઇમ્પિરિયલ લાન્સર્સ અને 15 સિગ્નલ મેન સૈનિકોએ અપ્રિતમ બહાદુરી દેખાડી હતી.

હાઇફાની સમગ્ર લડાઈનું નેતૃત્વ જોધપુર રાજ્યના મેજર દલપતસિંહ શેખાવત કરતા હતા. ભારતીય સૈનિકોના શૌર્ય અને પરાક્રમને લીધે આ જંગી જીત્યા હતા અને દુશ્મનોના 50થી વધારે સૈનિકોનો ખાતમો કર્યો તેમજ 1350 થી વધારે સૈનિકોને યુદ્ધ બંધી બનાવ્યા હતા સાથે શાસ્ત્રો અને દારૂગોળો પણ કબજે કર્યો હતો.

આ જંગ બાદ દુનિયાના નકશા પર ઇઝરાયેલ નામના નવા દેશના જન્મની પ્રક્રિયા શરૂ થઈ હતી અને આ કારણે ઈઝરાયેલ દર વર્ષે હાઇફા ડેની ઉજવણીના દિવસે ભારતીય સૈનિકોના બલિદાન અને શૌર્યને આદરપૂર્વક યાદ કરી અંજલી આપે છે. ઘટનાની યાદગીરીમાં 18 સપ્ટેમ્બરે ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સભાખંડ ખાતે સાંજે 04:00 વાગ્યાથી ભાવનગર જીલ્લા માજી સૈનિક એસોસિએશન દ્વારા હાઇફા ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જવાનોના પરાક્રમની યાદગીરીમાં તીનમૂર્તિ ચોકનું નિર્માણ
એ સમયે બ્રિટિશરોએ ભારતીય સૈનિકોના પરાક્રમને કાયમી સ્વરૂપે સ્મૃતિમાં રાખવા મહત્વનું યોગદાન આપ્યું અને લંડનના સ્થાપત્યકાળ લિયોનાર્ડો જેમ્સ દ્વારા ભાવનગર જોધપુર અને મૈસુર ના ગણવેશ ધારી 1-1 સૈનિકોની ત્રણ મૂર્તિ બનાવવામાં આવી અને આ ત્રણેય મૂર્તિઓને નવી દિલ્હીમાં સાઉથ એવન્યુ પાસે પ્રસ્થાપિત કરવામાં આવી જે આજે તીન મૂર્તિ હાઇફા ચોક તરીકે ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...