આદેશ:હડતાલ પર ગયેલા આરોગ્ય કર્મી.સામે સર્વિસ બ્રેકના તોળાતા પગલા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નામ, હોદ્દો સહિતની માહિતી એક જ દિવસમાં મોકલવા આદેશ
  • આરોગ્યકર્મચારીઓ બાદ હવે સરકાર એકશન મોડમાં, તત્કાલ હડતાલ પર ગયેલાની માહિતી મંગાવાઇ

પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યોજતા હવે સરકાર એક્શન મોડ માં આવી છે અને જે જે કર્મચારીઓ પડતર પ્રશ્નો બાબતે હડતાલ પર ગયા હતા તેમની તત્કાલ એક જ દિવસમાં માહિતી માગી તેમની સામે સર્વિસ બ્રેક સહિતના પગલાં લેવા માટે રાજ્યના તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને આજે એક જ દિવસમાં વિના વિલંબે માહિતી મોકલવા જાહેરા યોગ્ય વિભાગના અધિક નિયામક ડો. નીલમ પટેલે પરિપત્ર જાહેર કર્યો છે.

આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તેમજ સંશોધનની કચેરીના આ પરિપત્રમાં જણાવ્યું છે કે પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે હડતાલ પર ગયા છે પરંતુ એસેન્સિયલ સર્વિસ/ એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા તેમજ રિપોર્ટિંગની કામગીરી બંધ હોય સર્વિસ બ્રેક ગણવા બાબતે જે તે જિલ્લાના હડતાલ પર ગયેલા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર સંવર્ગના કર્મચારીઓના નામ, હોદ્દા, ફરજનું સ્થળ સહિતની કેડરવાઈઝ યાદી તત્કાલ મોકલવી.

આ માહિતી તાત્કાલિક ધોરણે આજે એક જ દિવસમાં વિના વિલંબે ઇમેલ એડ્રેસ પર મોકલી આપવા તેમજ રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના લેટર પેડમાં દર્શાવેલા કર્મચારીઓ પૈકી કોઈ કર્મચારી જે તે જિલ્લામાં ફરજ બજાવતા હોય તો તેમની સંપૂર્ણ વિગતો પણ મોકલવા અને જિલ્લામાં અસ્તિત્વ ધરાવતા આરોગ્ય કર્મચારી મંડળના લેટર પેડમાં દર્શાવેલા તમામ હોદ્દેદારોની વિગતો લેટર હેડની નકલ સાથે મોકલવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...