તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:જેઇઇ-નીટ અને ગુજકેટની કસોટી લેવાનું શેડ્યુલ તત્કાલ જાહેર કરો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય આજે કરાયો હેર કરવામાં આવતા તેના પ્રત્યાઘાતમાં શિક્ષકોએ જણાવ્યું હતુ કે આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યની દ્રષ્ટિએ સારો છે પરંતુ વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીને ધ્યાને લઇએ તો ખુબ મુશ્કેલ નિર્ણય કહી શકાય. તેજસ્વી છાત્રોઅે જણાવ્યું હતુ કે અમે સતત 16 કે 18 માસથી ધો.12ની મહેનત કરતા હતા તેના પર આખરે પાણી ફરી વળ્યું છે. વળી હવે જ્યારે કોરોનાની સ્થિતિ ગુજરાતમાં સુધરી છે ત્યારે આ પરીક્ષા વર્ગખંડો વધારીને લઇ શકાત.

ભાવનગર જિલ્લા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ફેડરેશનના મનહરભાઇ રાઠોડે જણાવ્યું છે કે જેઇઇ, નીટ અને ગુજકેટની કસોટી તો લેવાની જ રહેશે આથી આ પરીક્ષા માટેનું શેડ્યુલ સરકારે અત્યારથી જ જાહેર કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા જોઇએ. ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના પરેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે પરીક્ષા તો રદ કરાઇ હવે તેના પછી અમલમાં મુકાનારી ગાઇડલાઇન તાત્કાલિક જાહેર કરવી જોઈએ. શિક્ષક શૈલેષ માંડલીયાએ જણાવ્યું હતુ કે જેણે મહેનત કરી છે તેને એળે જવાની નથી. ધો.12નો અભ્યાસઆગળ કોલેજ કક્ષાએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ જ ઉપયોગી થવાનો છે.

અન્ય સમાચારો પણ છે...