તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવી અમાસ:નિષ્કલંક મહાદેવ પરંપરાગત રાજવી પરિવાર દ્વારા 126મી ધજાની પૂજા-વિધિ કરાઈ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં આવતીકાલે ભાદરવી અમાસ નિમિતે મેળો બંધ

ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવતીકાલે ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું અતિ મહત્વ રહ્યું છે અને અહીં દરિયાની મધ્યમાં આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે દર વર્ષે મેળો ભરાય છે જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ના કારણે આ મેળો રદ કરવામાં આવે છે આ વર્ષે પણ જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને કોળીયાકનો મેળો બંધ રાખવાનું નક્કી થયું છે.

વર્ષોની પરંપરા મુજબ મેળો ભલે બંધ હોય પરંતુ આ શિવલિંગ ઉપર સૌથી પ્રથમ સજા ભાવનગરના રાજવી પરિવારની ચડાવવામાં આવે છે અને તે પરંપરા આ વર્ષે શરૂ રહેશે આ વર્ષે 126 મી ધજા ચડાવવા માટે ભાવનગર રાજવી પરિવારના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી ખાસ હાજરી આપશે અને તેઓ પરંપરાગત વિધિ પૂર્ણ કરશે આજે ભાવનગર ખાતે નીલમબાગ પેલેસમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહ ની હાજરીમાં ધજા પૂજન કરવામાં આવ્યું હતું.

આજ ધજા લઈને સરવૈયા પરિવારના લોકો પેઢી દર પેઢીથી કોળીયાક ખાતે જાય છે અને ત્યાં રાજવી પરિવારની સૌથી પ્રથમ ધજા ચડાવવામાં આવે છે ભાવનગર ખાતે આજે આ પૂજા વિધિ સંપન્ન કર્યા બાદ આવતીકાલે સવારે ભાવનગરના યુવરાજ અને સરવૈયા પરિવાર ના સભ્યો વહેલી સવારે ખોડીયાર જશે અને નિષ્કલંક મહાદેવ ને ધજા ચડાવી પોતાની જાતને ધન્યતા અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...