તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘોઘા તાલુકામાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પર તવાઈ, 4.92 લાખનો જથ્થો સીઝ કરવામા આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણાસા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા બોયોડીઝલ પંપ ને ગઈકાલે મોટી રાત્રે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ પંપ પર ચાલતા ગેરકાયદે ડીઝલ પંપ ને સીઝ કરવામાં આવ્યો હતો,

અનિરુધ્ધસિંહ પ્રભાતસિંહ જાડેજા દ્વારા રાજ આશાપુરા ડેપોના નામે ચાલતા બાયો ડીઝલ પંપ વિષે જિલ્લા પુરવઠા તંત્રને માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા સ્ટાફ સાથે ગત રાત્રે 12:30 કલાકે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન બાયો ડીઝલ પંપ દ્વારા ગેરકાયદેસર રીતે ફ્યુઅલીંગની અનિયમિતતાઓ માલૂમ પડતાં અંદાજીત 6520 લીટર બાયો ડિઝલ નો જથ્થો, લોખંડનો એક ટાકો, એક પ્લાસ્ટિકની ટાંકી મળી કુલ રૂ.4.92 લાખની માલ-મિલ્કત સીઝ કરવામાં આવી છે.

સીઝ કરેલ બાયો ડીઝલનો નમૂનો પૃથ્થકરણ માટે અન્ન અને નાગરીક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ બાદ પેઢીના માલિક વિરૂધ્ધ ભાવનગર કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું ખરીદ-વેચાણ કરવું કાયદેસરનો ગુન્હો બને છે. ભાવનગર જીલ્લામાં બાયો ડિઝલના ખરીદ-વેચાણ અંગે કોઈ ગેરરિતી જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરી શકાશે તેમજ પુરવઠા કચેરીના ઇ-મેઈલ dso-bav@gujarat.gov.in પર જાણ કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકા વાટલીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો