તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દુષિત પાણીને લીધે ગીતાચોક ખાતે ઘરે ઘરે માંદગીના ખાટલા, નળ-ગટરનું પાણી ભળી ગયું હોવાની આશંકા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ગીતાચોક વિસ્તારમાં નળ-ગટરનું પાણી ભળી જતા ઘરે ઘરે રોગચાળાના ખાટલા શરૂ થયા છે. તાજેતરમાં ગીતાચોકમાં મોટા ખાડા ખોદી ગટર લાઈન નવી નાખવામાં આવી છે. આ ખોદકામ દરમિયાન કોઈ પાઈપ તુટી ગઈ હોય કે બીજા ગતે તે કારણોસર ગીતાચોક અને આજુબાજુના વિસ્તારોમાં અપાતુ કોર્પોરેશનનું પીવાનું પાણી તીવ્ર ગંધ મારે છે. અને પાણી પીવાથી અનેક લોકો રોગચાળાનો ભોગ બન્યા છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા બન્યા છે. હાલ કોરોના કાળ હોવાથી આ બાબતે ગંભીર બની તંત્ર તાકીદે તપાસ કરી પગલા લે તેવી લોકલાગણી છે.

અન્ય સમાચારો પણ છે...