તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવી સ્કીમ?:કોરોનાની રસી લીધી હશે તો ભાવનગર યુનિવર્સિટી 5 માર્કનું ગ્રેસિંગ આપશે; ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ હશે અને રસી લીધી હશે તોપણ લાભ મળશે

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - ફાઇલ તસવીર. - Divya Bhaskar
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - ફાઇલ તસવીર.
  • 2013 પછીના વિદ્યાર્થીની પરીક્ષા લેવા કમિટીનું ગઠન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયા હોય અને કોરોનાની રસી લીધી હોય એનું પ્રમાણપત્ર સાથેની અરજી પરીક્ષા નિયામકને આપશે તો ગ્રેસમાં પાંચ માર્કનો લાભ આપવામાં આવશે, એવો નિર્ણય આજે મળેલી યુનિ.ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો હતો.

વર્ષ 2013 પછીના કિસ્સામાં વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા લેવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. એપ્રેન્ટિસની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું સીલબંધ કવર પણ ખોલવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ. તેમજ અન્ય નેશનલ કે ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે એમઓયુ કરવા માટે ત્રણ સભ્યની કમિટિની રચના કરવામાં આવી હતી.

કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ કેરી ફોરવર્ડ કરવાના લીધેલા નિર્ણયને બહાલી આપવામાં આવી હતી. ટાટમ કોલેજમાં બીસીએ અભ્યાસક્રમ બંધ કરવાની રજૂઆત મંજૂર કરવામાં આવી હતી. યુનિ.માં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓ આદાનપ્રદાન કરી શકે એ હેતુથી એલ્યુમ્ની એસોસિયેશનને સક્રિય કરવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હતો.