સ્નેહ મિલન:શું કામ લઈને દોડ્યા આવ્યા એવો જવાબ નહી મળે ખોટા કામ લાવશો તો પણ તમારો વટ જાળવીશું : CM

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન અને સરકાર સાથે જ ચાલે છે, કાર્યકરો થકી જ ઉજળા છીએ, ભાજપ સ્નેહ મિલનમાં સાફ વાત

તમે લોકોને એના કામને લઈ સોમ - મંગળવારે ગાંધીનગર આવો હુ અને મારી ટીમ લોકોના કામ કરવા જ બેઠા છીએ. ત્યાં તમને શું આવા કામ લંઈ દોડ્યા આવ્યા તેવો જવાબ નહી મળે અરે સાચુ જ નહી ખોટુ કામ લઈને પણ આવો બધુ અમે સરખુ કરી દેશુ તમારો વટ જાળવવાની જવાબદારી અમારી તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે શહેર ભાજપ આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં બોલતા જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે સરકાર અને સંગઠન સાથે જ ચાલે છે. કાર્યકરો થકી જ અમે ઉજળા છીએ અમારી અંદરનો કાર્યકર જળવાય રહે મોટા નેતા ન બની જઈએ તે જોવાની જવાદારી કાર્યકરોની છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ચૂંટણીનું વર્ષ છે. આપણે કોઈને હરાવવા નથી. બસ 182માંથી તમામ બેઠકો જીતવી છે. કોરોના મહામારીમાં બાપે - દિકરાને અને દિકરા એ બાપને છોડી દીધો હતો આવા સમયે ભાજણના કાર્યકરો એ પ્રજાની વચ્ચે જઈ કામ કર્યું છે. જી.પ, નગરપાલિકા, વિધાનસભાની સીટી પર ભાજપને લોકોએ બેઠક આપી છે. ત્યારે આપણે સૌ પરિવાર ભાવનાથી કામ કરીએ. મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, કિરીટસિંહ રાણા, સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા વી.એ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

CMના સ્વાગત માટેના ફુગ્ગા ઉંચે ન ઉડ્યા!
આજે શહેર ભાજપના ભાવનગરમાં સ્નહેમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રના સ્વાગત માટે કલરફુલ ફુગ્ગા લાવી તેને આકાશમાં ઉડાડવાનું આયોજન કરાયેલું પણ આ ફુગ્ગાને બે વખત પ્રયત્ન કરાયો પણ આકાશમાં લગીરયે ઉંચે ચડ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...