તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ફ્લેટ રી ડેવલપમેન્ટ’:પુખ્ત વિચારધારા સાથે આગળ વધીયે તો ભાવનગરમાં પણ ‘રી ડેવલપમેન્ટ’ સંપૂર્ણ શકય છે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝની દુનિયામાં એક નવો કોન્સેપ્ટ અમલમાં અને ઉપયોગમાં આવ્યો છે. ‘ફ્લેટ રી ડેવલપમેન્ટ’

રી-ડેવલપમેન્ટનો હેતુ માત્ર એક જ છે કે, ખૂબ વર્ષો પહેલાં બનેલાં ફ્લેટ જે તે સમયનાં નિયમ પ્રમાણે બન્યાં હોય. તો અત્યારના લેટેસ્ટ બાંધકામ મુજબનાં ફ્લેટ એજ ગ્રાહકોને મળી શકે. આપણને સહુને ખબર છે કે, અમદાવાદ કે બીજા રાજ્ય મેગાસીટીમાં ‘રી ડેવલપમેન્ટ’ ખૂબજ શકય બન્યું છે. જે સરખામણીમાં ભાવનગર શહેરમાં ‘રી ડેવલપમેન્ટ’ નહીંવત જ છે. તેની પાછળનાં કારણો ઘણા છે. આપણે વિચારીએ કે 15/20 વર્ષ પહેલાનાં કે તેથી વધુ જુના ફ્લેટ લગભગ G+2માં નિર્માણ પામેલાં છે.

અને એ માત્ર પ્યોર રેસીડેન્સીયલ જ બનેલા છે. નજીકના ભૂતકાળમાં બનેલા ફ્લેટમાં તો પુરેપુરી FSI વાપરીને બનાવેલાં ફ્લેટ છે તો એ ફ્લેટનું ‘રી ડેવલપમેન્ટ’ વાયેબલ નથી બનતું, શકય નથી બનતુ. અને હા આજથી વર્ષો પહેલાં જે જે ફ્લેટનાં પ્લાનીંગ થયા તે સમયના માર્જીન પણ પ્રમાણમાં ઓછા છોડવાનાં હતાં. એ સરખામણીમાં જોઈએ તો અત્યારે માર્જીન વધારે છોડવા પડે. જેથી હયાત ફ્લેટમાં એક ફ્લોર ઉપર જેટલા ફ્લેટ હતા તેની કરતાં રિ-ડેવલપમેન્ટમાં ફ્લોર ઉપર ફ્લેટની સંખ્યા ઘટી જવાથી કોઇ ફલેટ ધારકને પોતાના મૂળ ફલોર કરતાં બીજા અન્ય ફલોર પર જવું પડે.

અર્થાત માર્જીન લો વધી જવાથી અત્યારનાં ગ્રાહકનું ફ્લેટ લોકેશન પણ બદલાય જવા સંભવ છે. બીજી એક બાબત પણ ધ્યાનમાં આવી છે. અગાઉના નિયમ પ્રમાણે બનેલાં ફ્લેટ એપાર્ટમેન્ટમાં કોમર્શીયલ નહિવત જોવા મળે છે. જો અત્યારે રી-ડેવલોપમેન્ટ કરવું હોય તો ડેવલપર્સ રેસીડેન્સીયલ સાથે નિયમ પ્રમાણે કોમર્શીયલ કે ઓફીસીસી વધારશે તો જ ફાયદો શકય બને છે. તો આવા સંજોગોમાં ખાસ ખાસ ખાસ રી-ડેવલપર્સ પાટી યાને કે બિલ્ડર્સ ડેવલપર્સ તથા ફ્લેટ ધારક વચ્ચેનું િવશ્વાસ સંપાદન ખૂબ મજબૂત હોવું જરૂરી છે.

સરકારશ્રીનાં નિયમ મુજબ ટોટલ ફ્લેટ ધારકમાંથી 7550 ફ્લેટ ધારક રી-ડેવલપમેન્ટની શરતોને તેમાં નિયમને માન્યતા આપે તો બકીનાં 25% ગ્રાહકીએ સહકાર આપવો જ જોઇએ. હા િનયમમાં જોગવાય છે તે મુજબ 75 ટકા ફ્લેટ ધારક રી-ડેવલપમેન્ટની મંજુરી આપે અને બાકીના 25% સહમત ન હોય તો કાયદાની જોગવાઈ મુજબ લીગલ એકશન લઈને તે ફ્લેટ ખાલી કરાવાને ‘રી ડેવલપમેન્ટ’ કરી શકાય છે. એકંદરે જોઈએ તો હયાત ફ્લેટ ધારકો તરફથી તમામ પ્રકારે સહમતી મળે તો ફલેટ ધારકો માટે બહુ મોટી ફાયદાની વાત બને.

રી-ડેવલપમેન્ટથી થતાં હયાત ફ્લેટ ધારકોને લાભ :

  1. અત્યારે જેટલો કાર્પેટ વાપરે છે તેનાં કરતાં 10 ટકા જેટલો કાર્પેટ વધારે મળવાપાત્ર છે.
  2. ખૂબ જૂનું બાંધકામ જર્જરીત થઈ ગયું હોય પ્લાસ્ટર તૂટીને ખરાબ થઈ ગયું હોય. સ્ટ્રક્ચર નબળુ પડી ગયું હોય તમામ બાથરૂમ, કીચન, ટોઈલેટમાંથી લીકેઝીશના પ્રોબ્લેમ-પ્રશ્નો સતાવતા હોય તેવા સંજોગોમાં રી-ડેવલપ થયેલા પ્લોટમાં નવા બનેવાલે ફ્લેટ અત્યંત આધુનિક પદ્ધતિથી તેમજ ભૂકંપ પ્રતિરોધ પદ્ધતિવાળા મજબૂત સુંદર લેટેસ્ટ-ડીઝાઈન-લેટેસ્ટવાળા મળી શકે છે.
  3. માર્જીન એરીયા વધી જવાથી પહેલાની સરખામણીમાં પુરતા હવા પ્રકાશવાળા ફ્લેટ મળે છે.
  4. ડેવલપર્સને જમીનનું રોકાણ અત્યારે નહીંવત રહે છે અને જેટલા હયાત ફ્લેટ ધારકો છે તેટલા ગ્રાહક ઉપરાંતના જ ફ્લેટ ધારકો શોધવાનાં રહે છે જ્યારે રી-ડેવલપમેન્ટ કંપલીટ થાય ત્યારે તમામ દસ્તાવેજી ખર્ચાઓ ડેવલપર્સને શીરે આવતાં હોય છે.

ભાવનગરમાં રી-ડેવલપમેન્ટને શકય બનાવતા :
અહીંયા રી-ડેવલપમેન્ટ શકય બનાવવા હયાત ફ્લેટ ધારકો તથા બિલ્ડર્સ વચ્ચે અતૂટ ભરોસો ખૂબજ જરૂરી હોય છે. નિયમ પ્રમાણે બધી જ બાબત બ્લેક એન્ડ વ્હાઈટમાં લખાયેલી જ હોય છે. તેમ છતાં ઘણી ઘણી બાબત જે તે સમયે ઉદ્દભવતી હોય છે. એ સમયે બન્ને પક્ષે વિવેકબુદ્ધિ પૂર્વક નિર્ણય થવો જરૂરી બને છે.

બન્ને પક્ષ વચ્ચે સમાધિકારી વલણ હોવું જરૂરી છે.
કંઈક નવું મેળવતા કંઈક ગુમાવવું પડે તેવી ભાવના હોવી જરૂરી છે. બન્ને પક્ષે વૈચારિક પુખ્તા હોય તો અન્ય સિટીની માફક અહીંયા પણ રી-ડેવલપમેન્ટ સંપૂર્ણ શકાય છે જ. તેમાં જરા પણ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...