તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રીનસીટી દ્વારા અપીલ:પર્યાવરણનુ મહત્વ નહી સમજીએ તો બહુ મોડુ થઇ જશે : દેવેનભાઇ શેઠ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા ગ્રીનસીટી દ્વારા અપીલ

આજે 5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અાપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં પર્યાવરણનુ કેટલુ બધુ મહત્વ છે. પર્યાવરણના એક અંગ સમાન વૃક્ષોનુ મહત્વ છે. તદન મફતમાં મોટા પાયે ઓક્સિજન પુરૂ પાડતા વૃક્ષોનુ શુ મહત્વ છે.તેનો હાલમાં કોરોના કાળમાં લોકોએ અનુભવી રહ્યા છે.

એક તરફ સરકાર વિકાસના નામે લાખોની સંખ્યા વૃક્ષોનુ છેદન કરી છે. બીજી તરફ પર્યાવરણ બચાવોની બુમરેંગ મચાવી રહ્યુ છે. શહેરમાં નવી હાઇરાઇઝ બિલ્ડીંગ બનતા તથા રસ્તાઓ પહોળા કરવામાં અનેક વૃક્ષોનો ભોગ લેવાય ચુકયો છે. તેમજ તાજેતરમાં આવેલા વાવાઝોડાએ અસંખ્ય વૃક્ષોને મુળમાંથી ઉખેડી નાખ્યા છે. આવા અનેક પ્રતિકુળ પરિબળો વચ્ચે આપણા દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને તેનો કાળજી પૂર્વક ઉછેર થાય તે માટે આપણા સૌની જવાબદારી છે. ગ્રીનસીટી સંસ્થા છેલ્લા 10 વર્ષથી આ માટે કટીબધ્ધ છે. અને શહેરમાં 25000 જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરી તેનો કાળજીપૂર્વક ઉછેર કરી રહી છે.

ચાલુ વર્ષે વાવાઝોડાના કારણે 5000 કરતા વધુ મોટા વૃક્ષો ભાવનગર શહેરમાં ધારાશાહી થયા છે. આ નુકશાનને ભરભાઇ કરવા ગ્રીનસીટી ચાલુ વર્ષે 5000 જેટલા વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવાનુ આયોજન કર્યુ છે. ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે ચાલુ ચોમાસામા લોકોને, પર્યાવરણ સંસ્થાઓને તેમજ ભાવનગરના બંને ધારાસભ્યને અપીલ કરી છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરે અને તેનો કાળજીપૂર્વક ઉછેર કરે. ગ્રીનસીટીએ ભાવનગરના ઉદ્યોગપતિઓને અપીલ કરી છે. તેઓ કે તેઓ ભાવનગરને હરીયાળુ બનાવવા ઉદાર હાથે તેમનુ યોગદાન આપે.

અન્ય સમાચારો પણ છે...