જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંતર્ગત એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ. અમદાવાદ સ્થિત તથા કેનેડા અને યુએસએમાં પણ ઓફિસ ધરાવતા “ગ્લોબલ નેટવર્ક”ના સ્થાપક, વૈશ્વિક વેપારના સલાહકાર ડૉ. જગત શાહ દ્વારા જ્ઞાનમંજરી એન્જીનીયરીંગ તેમજ જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ અનુકૂળ ઇકોસીસ્ટમની જરૂરિયાત વિષય અંતર્ગત એક માર્ગદર્શન સેમિનાર યોજાઇ ગયો જેમાં તેઓએ જણાવ્યું હતુ કે કોઈપણ સ્ટાર્ટઅપની સફળતા માટે ઇનોવેશન અને એ પણ ઇકોફ્રેન્ડલી હોવું ખુબજ આવશ્યક છે.
પ્રતિભાશાળી યુવાનો તરફથી શુદ્ધ સર્જનાત્મકતા અને નવીનતા પર બનેલ નવો વિચાર અને નવો ઉકેલ એ હાલના સમયની અપેક્ષા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું યોગદાનના અનુસંધાનમાં વાત કરતા એમણે જણાવ્યું કે કોમોડિટી અથવા સેવાની નિકાસ વધારવી એ એકમાત્ર વિકલ્પ છે.
પ્રશ્નોતરી દરમ્યાન ઉદ્યોગસાહસિકતા, કેપિટલ, ફાયનાન્સ, ડીજીટલ પ્લેટફોર્મ, ઇન્ક્યુબેટર્સ, ઇન્વેસ્ટર્સ વગેરે મુદ્દાઓ પર તેમજ મેન્ટરશીપની અગત્યતા અને ઇન્સ્ટીટયુટના રોલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રો. અનીશ વોરા દ્વારા કરવામાં આવ્યું હતુ. આવેલ. જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન મનસુખભાઇ નાકરાણી દ્વારા ડૉ. જગત શાહને સન્માનિત કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.