ભાવનગર જિલ્લા પંચાયતમાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સામાન્ય સભાની ખાસ બજેટ બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતનું સને 2021-22ના વર્ષનું સુધારેલું સને 2022-23ના વર્ષનું અંદાજપત્ર રજુ કરાયું હતું.
આ બજેટ બેઠકમાં સરકારી પ્રવૃતિ અને સ્વભંડોળની આવક મળીને કુલ સુચીત અંદાજિત આવક રૂ.1071.87 કરોડ તથા ખુલતી સિલક રૂ.402.54 કરોડ મળીને કુલ રૂ.1474.41 કરોડની સામે રૂ.1055.59 કરોડના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂ.418.82 કરોડની પુરાંત દર્શાવાઇ હતી.એકંદરે ભાવનગર જિલ્લા પંચાયતનું વર્ષ-2022-23નું રૂ.418.82 કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરાયું હતુ.કુલ રૂ.1474.41 કરોડની આવક સામે રૂ.1055.59 કરોડનો ખર્ચ થશે.
વંદે માતરમના ગાન બાદ શરૂ થયેલ બજેટ બેઠકમાં વિપક્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યુ હતુ.કોંગ્રેસના સદસ્ય બળદેવ સોલંકીએ આક્રમક બનીને અધ્યક્ષને પ્રશ્ન કર્યો કે ખાસ સાધારણ સભા બેઠક બોલાવવાની જરૂર કેમ પડી. નિયમ મુજબ દર ત્રણ મહિને સભા બોલાવવાની હોય છે તેને બદલે ચાર મહિને બોલાવાતા દાળમાં કંઇક કાળુ હોવાનો આક્ષેપ કરી જબ્બર વિરોધ કર્યો હતો આ ઉપરાંત વિપક્ષ પ્રશ્નો ન પુછી શકે તે માટે પ્રશ્નોતરી જ ન રખાતા કોંગ્રેસના તમામ સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો એક તબકકે આ મુદ્દા પર ગરમા ગરમી આવી ગઇ હતી બાદમાં મામલો શાંત પડયો હતો.
જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે પોતાના સ્વબચાવમાં એક વર્ષના શાસનમાં દરેકને સાથે રાખીને કામ કર્યુ હોવાનું કહયુ હતુ. એક તબકકે પ્રમુખે આક્રમક બનીને એમ પણ કહયુ કે કોઇપણ કામમાં ભ્રષ્ટાચાર કરાયો હશે તો આજીવન જિ.પં.નું પગથિયું નહીં ચડુ઼. આગામી વર્ષમાં રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ, 15મુ નાણાપંચ અને સ્વભંડોળના સમન્વયથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા,પાણી,ગટર,સિંચાઇ જેવી પાયાની સુવિધા ઉપરાંત પ્રાથમિક શિક્ષણ,આરોગ્ય અને આંગણવાડીના બાળકો માટેની સુવિધામાં કરવામાં આવશે તેમજ ખેડુતો અને પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તેવુ આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત પછાત વર્ગના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા તેઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે. સને 2022-23ના સ્વભંડોળ વિભાગમાં જિલ્લા પંચાયત દ્વારા કુલ 1359.44 લાખ ખર્ચ કરવામાં આવશે.જેમાં મુખ્યત્વે ચુંટાયેલા સદસ્યોને તેમના વિસ્તારના વિકાસના કામો માટેની જોગવાઇમાં સદસ્ય દીઠ રૂ.4 લાખ ખર્ચ કરવા માટે રૂ.160 લાખની તેમજ સ્ટેમ્પ ડયુટી ગ્રાંટમાંથી જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે રૂ.200 લાખ અને જંગલ કટીગ માટે રૂ.40 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
બજેટ એક ઉડતી નજરે
તા.01/04/21ના રોજ ઉઘડતી સિલક, | 379,05,54,458/- |
સ્વભંડોળ, સરકારી તથા | |
દેવા સહિતની કુલ | |
2021-22ની સુધારેલ અંદાજ મુજબ આવક | 1000,66,80,000/- |
કુલ | 1379,72,34,458/- |
સને 2021-22ના સુધારેલ અંદાજ મુજબ ખર્ચ | 977,17,88,300/- |
તા.31/03/22 ના રોજ અંદાજીત બંધ સિલક | 402,54,46,158/- |
સને: 2022-23ની અંદાજીત આવક | 1071,87,41,000/- |
કુલ | 1474,41,87,158/- |
સને: 2022-23નો અંદાજીત ખર્ચ | 1055,59,25,300/- |
તા.31-03-2023 ની અંદાજીત બંધ સિલક | 418,82,61,858/- |
બજેટમાં વિવિધ કામો માટે ફાળવાયેલ રકમ
બાંધકામ ક્ષેત્રે | રૂ.34.10 લાખ |
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે | રૂ.90.50 લાખ |
આરોગ્ય ક્ષેત્રે | રૂ.34.10 લાખ |
સમાજ કલ્યાણ ક્ષેત્રે | રૂ.08.50 લાખ |
ઇ-ગ્રામ સેન્ટરનું આધુનિકરણ | રૂ.10.00 લાખ |
મહારાજાના જન્મદિનની ઉજવણી માટે | રૂ.05.00 લાખ |
લોક સંવાદ સેતુ માટે | રૂ.10.00 લાખ |
પ્રાથમિક શાળાઓમાં લાઇબ્રેરી સુવિધા માટે | રૂ.10.00 લાખ |
પીએચસી રીપેરીંગ તેમજ ખુટતી સુવિધા માટે | રૂ.20.00 લાખ |
નેપીયર ઘાસના વાવેતર માટે સબસીડી માટે | રૂ.05.00 લાખ |
નાના સમાંત ખેડૂતો માટે તાડપત્રી માટે | રૂ.07.50 લાખ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.