ગુજરાત રાજ્યમાં સત્ર ચાલુ થયું એમને અંદાજિત બે મહિનાથી આસપાસ સમય થવા આવ્યો છે આમ છતાં હજુ અનેક શાળાઓમાં પાઠયપુસ્તકો સરકાર દ્વારા અને રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પહોંચાડવામાં આવ્યા નથી, આની પાછળનું કારણ એ છે કે કોઈ ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ ખામીના કારણે પોર્ટલ ઉપર જે શાળાની માહિતી અપલોડ નથી થઈ એ શાળાઓને અંદાજિત 2 મહિના થયા હોવા છતાં હજુ એક પણ પાઠ્યપુસ્તક મળ્યા નથી.
ત્યારે આ ઘટના બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામે જે શાળાઓમાં હજુ પાઠયપુસ્તકો મળ્યા નથી ત્યાં તાત્કાલિક ધોરણે પાઠયપુસ્તકો પહોચાડવા સરકારને ચેતવણી આપી છે અને જો ટૂંક સમયમાં બાકી રહેલી શાળામાં પાઠયપુસ્તકો મોકલવામાં નહિ આવે તો આ મુદ્દા બાબતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
દિલ્હી ખાતે જે લોકો આપની સરકારમાં શિક્ષણની સ્થિતિ જોવા ગયા હતા એ લોકોએ પહેલા ગુજરાતમાં એમની સરકારમાં શિક્ષણની સ્થિતિમાં ડોકિયું કરવાની જરૂર છે, સારી સ્કૂલ, સારી વ્યવસ્થા અને સારું શિક્ષણ આપવાની વાત તો ઠીક પરંતુ આ ભાજપ સરકાર સમયસર બાળકોને પાઠયપુસ્તકો પણ આપવા સક્ષમ નથી, રાજ્ય પાઠયપુસ્તક મંડળમાં બાબતે રજૂઆત કરવા જઈએ તો પણ ત્યાંથી સંતોષકારક જવાબ મળતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.